મુંબઈ: નવી દિલ્હીમાં કોન્સર્ટ દરમિયાન કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં જાણીતા રૅપર હની સિંહે શુક્રવારે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર રહી નિવેદન નોંધાવ્યું હતું.
જાન્યુઆરી, 2026મા કોન્સર્ટમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મુંબઈના રહેવાસીએ નોંધાવેલી ફરિયાદ બાદ 43 વર્ષના સિંગરને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
આ ફરિયાદને આધારે મહારાષ્ટ્ર સાયબર પોલીસે હની સિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કોન્સર્ટમાં કરાયેલી વાંધાજનક ટિપ્પણીની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેને કારણે તેને નેટિઝન્સની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
(પીટીઆઇ)