Mon Oct 05 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ

2026-09-09 13:48:39
Author: Darshana Bhavsar
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

સોનું ક્યારે ખરીદાય?

* હાથમાં પૈસા આવે  ત્યારે...
ભીંત પર ચિતરેલો માણસ પ્રગટ થાય તો?

* પહેલાં એનું આધાર કાર્ડ તપાસો.
મને ગર્લ ફ્રેન્ડ રિસ્પૉન્સ આપતી નથી.

* તમે કોઈ ભળતી જ ક્યૂમાં ખડા છો.
નજરનાં બાણ ક્યાં વાગે?

* ટાર્ગેટ તમારી રેન્જમાં હોય ત્યારે.
આંસુની લેટેસ્ટ કિંમત કેટલી?

* પત્નીને આજે એકવાર રડાવી જુઓ. લેટેસ્ટ કિંમત ખબર પડી જશે.
દિલ ધડકને દો. પણ પછી શું?

* ક્ધયાના પિતા આવીને ધમકાવશે. 
રોબોટ રિસાય જાય તો?

* ‘ડ્રોન તને ઉપાડી જશે’ એવી બીક બતાવવાની.
સેવ ના કરીએ તો?

* દાઢી વધી જાય.
લોકો આપણને મૂર્ખ ક્યારે સમજે?

* જ્યારે ખુદને સમજાય ત્યારે
સીસી ટીવીમાં લાંચ લેતાં પોલીસ કેમ પકડાતા નથી?

* એ સીસી ટીવીને પણ ‘ચાય-પાણી’ મળી જતા હશે.
તપ્તિ કયારે મળે?

* તે ફ્રી હોય ત્યારે.
ભૂલનો પસ્તાવો ના થાય તો?

* ભૂલ કરવાનો એક્સ્ટ્રા ચાન્સ મળે.
ઑનલાઇન છેતરપિંડી કેમ વધી રહી છે?

* લાઇનમાં ભીડ બહુ હોય એટલે.
થિયેટર પર હવે  હાઉસફૂલનાં પાટિયાં કેમ દેખાતાં નથી?

* મન ફૂલ થાય એવી ફિલ્મ તો આવવી જોઈએ?
મતિ અને શ્રીમતીમાં ફરક શું?

* શ્રી-નો.