નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં બ્રિક્સ સમિટની બેઠકો શરૂ થઈ ચૂકી છે. રશિયાથી ભારત આવ્યા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતમાં આવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ પણ પુતિનનું દિલથી સ્વાગત કર્યું છે. બન્ને રાષ્ટ્રના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં ઊર્જા, વેપાર, આંતરિક સહયોગ, ડીફેન્સ ડીલ, સુરક્ષાના મુદ્દે વિગતવાર વાતચીત થવાની છે.
આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તમિલ કવિ તિરૂવલ્લૂરની જાણીતી રચનાનો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો છે. આને ફ્રેમિંગમાં અંકિત કરીને ભેટ આપવામાં આવી છે.
તમિલ ભાષાનું પુસ્તક ભેટમાં આપ્યું
BRICS સમિટની 18મી એડિશન ભારતમાં યોજાઈ રહી છે. શુક્રવારે દિલ્હીમાં રશિયાના પુતિન અને વડા પ્રધાન મોદી વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ હતી. ભારત મંડપમમાં આ મુલાકાત થઈ રહી છે.
બંન્ને દેશના નેતાઓએ એકબીજાને હાથ મિલાવીને, હગ કરીને એકબીજાને આવકાર્યા હતા. આ પછી દ્વીપક્ષીય બેઠક શરૂ થઈ હતી. મોદીએ જે પુસ્તક પુતિનને ભેટમાં આપ્યું એમાં રશિન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. ભેટ આપતી વખતે તેમણે એવું પણ કહ્યું કે, આ પુસ્તક માનવ મૂલ્યો અને લાગણી સાથે જોડાયેલું છે, જે આપણા સંબંધોને આગળ વધારી દેશે. મોદીએ પુસ્તક ભેટ આપતા એવી પણ સ્પષ્ટતા કરી કે, આ પુસ્તકમાં જે ભાષા છે એ રશિયાની છે.
PM મોદીએ પુતિનને ભેટમાં આપ્યું સંત તિરુવલ્લુવરનું પુસ્તક | PMModi | VladimirPutin | BRICS Summit #PMModi #VladimirPutin #BharatMandapam #IndiaRussia #ModiPutin #Thiruvalluvar #CurrentAffairs #Geopolitics #IndianDiplomacy #narendramodi pic.twitter.com/RkJ8Gyn79v
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 11, 2026
રશિયન ભાષામાં આનો અનુવાદ કરવામાં આવ્યો છે. મૂળ સાહિત્ય તમિલ ભાષાનું છે. તમિલ ભાષાનો આ એક ખૂબ સન્માનિક અને જાણીતો ગ્રંથ છે. મહાન સંત તિરૂવલ્લુરે આશરે 2 હજાર વર્ષ પહેલા આ લખ્યું હતું. આને તમિલ સાહિત્યનો વેદ કહેવામાં આવે છે.

આ પુસ્તકમાંથી શું શીખવા જેવું છે?
કઠોર અને કડવા શબ્દોનો પ્રયોગ કરવાના બદલે મીઠાશ તથા કલ્યાણકારી વાણી બોલો, મન, વચન, કર્મ, સત્યનું પાલન કરવું એ જ સૌથી મોટી તપસ્યા છે. ખોટું બિલકુલ નહીં બોલવું. ભાગ્યના ભરોસે બેસી રહેવાના બદલે પરિશ્રમ, પુરૂષાર્થ અને લગનથી કામ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. વલ્લુવર કહે છે કે, જો મનુષ્ય સતત પ્રયાસ કરે તો તે ભાગ્યમાં રહેલા વિઘ્નોને પણ પાર કરી શકે છે.
કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું, શાકાહારનું પાલન કરવાનું અને અન્ય પ્રત્યે દયાભાવ રાખવાનો. આ માણસનું એક સર્વોચ્ચ કર્તવ્ય છે. સાચા મિત્ર એ છે કે, સંકટના સમયે વગર બોલાવ્યે આવી જાય, આપણી સાથે ઊભા રહે. ખોટા લોકો સાથેની સંગતથી બચવા તથા જ્ઞાની લોકોની પસંદગી કરવાની શીખ આપે છે. રાજા કે શાસક માટે ન્યાયપ્રિયતા, નિષ્પક્ષતા, પ્રજાની સુરક્ષા અને સક્ષમ સલાહકારની ઓળખ કરવી અનિવાર્ય છે.
ઊર્જા ક્ષેત્રમાં કંઈક નવું થઈ શકે છે
ભારત-રશિયા સંબંધોમાં ઊર્જા એ એક મહત્વપૂર્ણ પાસું છે. એવી સમજ છે કે આ બેઠક નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી, જેમાં પરમાણુ ઈંધણથી લઈને પાવર પ્લાન્ટના સંપૂર્ણ જીવનચક્ર સુધીની બાબતોનો સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે ઊર્જા ક્ષેત્રનો આ સહયોગ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે વિશ્વ ઊર્જા પુરવઠા અને દરિયાઈ વેપારને લગતી મોટી કટોકટીઓનો સામનો કરી રહ્યું છે.
અગાઉ, ઓગસ્ટમાં બિશ્કેક ખાતે યોજાયેલી બેઠક દરમિયાન, મોદી અને પુતિને ઊર્જા, સંરક્ષણ, અવકાશ અને અર્થતંત્ર જેવા ક્ષેત્રોમાં સહયોગ સહિતના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા પણ કરી હતી.