મુંબઈ: નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ યામી ગૌતમની નવી ફિલ્મ 'નઈ નવેલી' ખૂબ ચર્ચામાં છે. જે રીતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર-2' સુપરહિટ થઈ એમાં રિતિક રોશને મહેમાન કલાકારની ભૂમિકા અદા કરી છે એ જ રીતે 'નઈ નવેલી' ફિલ્મમાં પણ એક સરપ્રાઈઝ એન્ટ્રી છે. આ સરપ્રાઈઝ એન્ટ્રીમાં સ્ક્રિન પરથી આશ્ચર્ય કરનાર બીજી કોઈ એક્ટ્રેસ નહીં પણ જેક્લીન ફર્નાડિસ છે. ઘણીવાર ફિલ્મમાં મહેમાન કલાકારની જરૂરિયાત હોતી નથી પણ દર્શકોને સરપ્રાઈઝ આપવા માટે આ એલીમેન્ટ ઉમેરાય છે.
મહેમાન કલાકાર તરીકે
'નઈ નવેલી' ફિલ્મમાં કેમિયો રોલ તરીકે પણ જેક્લીને લાઈમલાઈટ લૂંટી છે. ફિલ્મમાં તેની સ્ક્રિન પ્રેઝન્સ ગણતરીની મિનિટ પૂરતી જ છે. પણ લોકો માટે આ સમય મનોરંજક રહેશે. જે રીતે મહેમાન કલાકારોનો રોલ તૈયાર કરવામાં આવ્યો છે એ પણ ગઝબ છે. ફિલ્મમાં આ પાત્રને એક અલગ પરિસ્થિત માટે લખાયું હોય એવું લાગી રહ્યું છે. પણ ફિલ્મ જોતા જેક્લિનની એન્ટ્રીનો સમય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.
ફિલ્મના કેટલાક પાસાઓની ખાસ કોઈ ચર્ચા નથી પણ જે રીતે મહેમાન કલાકાર તરીકે જેક્લિનની એન્ટ્રી થાય છે એ ધ્યાને લેતા આ એક નાનકડો પણ મહત્ત્વનો વળાંક માનવામાં આવે છે. ફેન્સ માટે આ વિષય સરપ્રાઈઝનો છે કે, ખરેખર તે કેવી લાગી રહી છે. ફિલ્મ આખી યામીની આસપાસ જ ફરે છે. આવું બીજી વાર બની રહ્યું છે જ્યારે યામી અને જેક્લિન એ જ પ્રોજેકટ, ફિલ્મ અને સ્ક્રિન પર જોવા મળ્યા છે. આ પહેલા 'ભૂત પોલીસ' નામની ફિલ્મમાં બન્ને એ સાથે સ્ક્રિન શૅર કરી હતી. આ ફિલ્મમાં સૈફઅલી ખાન, જાવેદ જાફરી અને અર્જુન કપૂર હતા.
રેવન્યૂ પર મેકર્સની નજર
જ્યારે 'નઈ નવેલી' ફિલ્મમાં આદિનાથ કોઠારે, અનુરાગ ઠાકુર, સુનિતા રાજવાર અને બીજા કેટલાક એક્ટર્સ છે. આ પહેલા જેક્લિનની ફિલ્મ 'હાઉસફૂલ-5' ગયા વર્ષે આવી હતી. એ પહેલા તે સોનુ સૂદની ફિલ્મ 'ફતેહ'માં જોવા મળી હતી. આ સાથે તે 'રેઈડ-2'ના ગીત મની મની માં પણ છવાઈ ગઈ હતી. નેશનલ એવોર્ડ બાદ યામીની આ પહેલી ફિલ્મ માનવામાં આવે છે. એ પહેલા તે 'ધુરંધર' ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળી હતી. આ 'નઈ નવેલી' હવે કેટલી ચાલે છે અને કેટલી રેવન્યૂ કરાવી જાય છે એના પર મેકર્સની નજર રહેલી છે. ફિલ્મને એક અલગ સ્કેલમાં તૈયાર કરવામાં આવી છે.