Sun Oct 11 2026

Logo

IMD ALERT:નવસારી, વલસાડ, દમણમાં 13 સપ્ટેબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

2026-09-13 11:05:00
Author: Mumbai Samachar Team
IMD ALERT:નવસારી, વલસાડ, દમણમાં 13 સપ્ટેબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન ખાતા (IMD અમદાવાદ)એ વરસાદને લઇને 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી જિલ્લાવાર આગાહી અને ચેતવણી જાહેર કરી છે.  હવામાન ખાતાની આગાહી અનુસાર 12 સપ્ટેમ્બરે (શનિવાર) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ કલાકના 30થી 40 કિમીની રહેશે. 

વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.  ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છુટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ કલાકના 30થી 40 કિમીની રહેશે. કચ્છમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

13, 14 અને 15 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ કલાકના 30થી 40 કિમીની રહેશે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

13 તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરા  અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. 

16 થી 18 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમી દ્નારકા, ગિર સોમનાથ, દીવ, કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.