Mon Oct 05 2026

Logo

બિલ ખોવાઈ ગયું હોય તો ચિંતા છોડો! IMEI નંબરથી ઘેરબેઠા ફોનની વોરંટી ચેક કરવાની સરળ રીત

2026-09-08 20:44:06
Author: Darshana Visaria
બિલ ખોવાઈ ગયું હોય તો ચિંતા છોડો! IMEI નંબરથી ઘેરબેઠા ફોનની વોરંટી ચેક કરવાની સરળ રીત

સ્માર્ટફોનમાં કોઈ ખામી સર્જાય ત્યારે સર્વિસ સેન્ટર જતાં પહેલાં ફોન વોરંટીમાં છે કે નહીં તે જાણવું જરૂરી બને છે. ઘણીવાર જૂનું બિલ ખોવાઈ ગયું હોય કે ખરીદીની ચોક્કસ તારીખ યાદ ન હોય ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. જોકે, મોટાભાગની સ્માર્ટફોન બ્રાન્ડ્સ માત્ર 15 ડિજિટનો IMEI (International Mobile Equipment Identity) નંબર દ્વારા ઓનલાઇન વોરંટી સ્ટેટસ ચેક કરવાની સુવિધા આપે છે. આજે આ આ વિશે સ્ટોરીમાં જાણીએ વિસ્તારથી... 

ફોનનો IMEI નંબર કેવી રીતે જાણવો?:

ફોનના ડાયલ પેડમાં જઈને *#06# ડાયલ કરતાં જ સ્ક્રીન પર 15 ડિજિટનો IMEI નંબર દેખાશે.
આ ઉપરાંત Android ફોનમાં Settings > About Phone > Status / IMEI Informationમાં જઈને પણ આ નંબર મેળવી શકાય છે.
ફોનના ઓરિજિનલ પેકિંગ બોક્સની પાછળ લાગેલા બારકોડ સ્ટીકર પર પણ IMEI નંબર નોંધાયેલો હોય છે.

IMEI નંબરથી આ રીતે ચેક કરો વોરંટી? 

જો તમે પણ તમારા સ્માર્ટફોનની વોરંટી ચેક કરવા માંગો છો તો એના માટે તમારે 
ઓફિશિયલ બ્રાન્ડ વેબસાઇટ પર જાઓ: તમારા સ્માર્ટફોનની ઓફિશિયલ બ્રાન્ડ (Samsung, Xiaomi, Vivo, Oppo, Realme, OnePlus કે Apple)ના સર્વિસ / સપોર્ટ પેજ પર જાઓ.
Warranty Check ટૂલ શોધો: સપોર્ટ સેક્શનમાં 'Check Warranty Status' કે પછી 'Authenticate Device' વિકલ્પ પસંદ કરો.
IMEI નંબર દાખલ કરો: નિયત બોક્સમાં 15 આંકડાનો IMEI નંબર અને દર્શાવેલ કેપ્ચા (Captcha) કોડ દાખલ કરો.
વિગતો ચકાસો: 'Submit' કે 'Check' પર ક્લિક કરતાં જ ફોનનું મોડેલ, ખરીદીની તારીખ, એક્ટિવેશન ડેટ અને વોરંટીની એક્સપાયરી ડેટ સ્ક્રીન પર જોવા મળશે.

વધુ જુઓ...