ગુરૂગ્રામઃ ઘરે-ઘરે કામ કરીને કોઈ કામવાળી મહિનાનું કેટલું કમાઈ શકે? ઘરમાં વાસણ-કપડાં અને કચરા-પોતા કરીને કામવાળી દિવસમાં છથી સાત ઘરમાં કામ કરીને ભેગું કરે ત્યાં માંડ ઘર ચાલે. ઘરના ખર્ચા નીકળે અને મહિનો થતા ફરી એ જ સાયકલ શરૂ થાય. એવામાં તહેવાર હોય તો કોઈ માલિક થોડા પૈસા વધારે આપી દે. એવામાં એ મહિનો સારી રીતે નીકળે. પણ ગુરૂગ્રામમાં કામ કરતી એક કામવાળીએ મહિનાના 60 હજાર રૂપિયા કમાયા છે. માત્ર ખર્ચની વાત નથી પણ બચત પણ એટલી જ કરી છે.
કેવી રીતે મળી આટલી વિગત
ગુરૂગ્રામમાં રહેતા એક શખ્સે જણાવ્યું હતું કે,ઘરે-ઘરે કામ કરતી મહિલા દરેક ઘરમાંથી સાડા ચારથી પાંચ હજાર રૂપિયા લે છે. મહિનામાં ત્રણ જ રજા પાડે છે. ક્યારેક બાહરગામ જવાનું હોય તો થોડું માલિક પણ એડજસ્ટ કરી આપે છે. સવારના સાત વાગ્યે એનું કામ શરૂ થાય છે અને જરૂરિયાત પડે ત્યારે પૈસાનો ઉપાડ લે તો એના કુલ પૈસામાંથી તે કટ થાય છે. આ મહિલા 10 હજાર રૂપિયાના ભાડના ઘરમાં રહે છે. જ્યારે એની દીકરી એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. એના અભ્યાસનો ખર્ચો પણ આ જ પૈસામાંથી નીકળે છે. આ ઉપરાંત તેણે પોતાન ગામમાં છ લાખ રૂપિયાની જમીન ખરીદી છે અને તેનું પ્રિમિયમ પણ તે નિયમિત રીતે ભરે છે. શખ્સે જણાવ્યું હતું કે, આ મહિલા કોઈ મોજ-શોખ પાછળ રૂપિયા ખર્ચતી નથી. ખોટા ખર્ચા કરતી નથી. સરળતાથી રહે છે અને સાદુ જીવન જીવે છે. ખૂબ જ મહેનત કરે છે અને કોઈ ઘરમાંથી એની ફરિયાદ ન આવે એનું ખાસ ધ્યાન રાખે છે.
કોઈ મોટી સુવિધા નથી મળતી
પરિવારની જવાબદારી પણ નિભાવે છે અને લોકોના ઘરે કામ પણ કરી દે છે. મહિલા સાથે કોઈ પણ રીતે વાતચીત કરીને શખ્સે એ વાત જાણી કે, આખરે કેવી રીતે મેનેજ કરે છે આટલી મોંઘવારીમાં? તો જાણવા મળ્યું કે, તે પોતાની દીકરી માટે પૈસા બચાવે છે અને ભવિષ્યમાં પણ આર્થિક સુરક્ષા મજબૂત થાય એવા પ્રયાસ કરે છે. ખાસ કોઈ બાહરનો ખર્ચ કરતી નથી. ભાડા અને ઘરની જરૂરિયાત પૂરી થતા બાકીને પૈસા મેન્યુઅલી ભેગા કરી દે છે. નોકરી કરી રહેલા લોકો અને ખાસ કરીને જેનો મોટો એવો પગાર છે એ વર્ગે બચતના પાઠ આ કામવાળી પાસેથી શીખવા જેવા છે. ખોટા ખર્ચ પર કાબુ અને મેન્યુઅલી બચત કેવી રીતે કરવી એ મહિલાએ સાબિત કરી બતાવ્યું છે. કામવાળી પાસે ન તો કોઈ મેડિકલ વીમો છે ન તો કોઈ કર્મચારીને મળનારી કોઈ સુવિધા પણ આર્થિક રીતે સદ્ધર થવાનું એક માત્ર સાધન ઘરના કામ છે ત્યારે પણ બચત કેવી રીતે કરી શકાય એ પણ શીખવાનું છે.