Wed Oct 14 2026

Logo

ફરાહ ખાને અક્ષય ખન્ના માટે કહ્યું કે પહેલા નામથી ગભરાતી, પછી ગીત માટે ના પાડી...

2026-09-10 20:47:10
Author: Mumbai Samachar Team
ફરાહ ખાને અક્ષય ખન્ના માટે કહ્યું કે પહેલા નામથી ગભરાતી, પછી ગીત માટે ના પાડી...

મુંબઈ: બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' બાદ અભિનેતા અક્ષય ખન્નાની ફેન ફોલોઇંગમાં ઘણો વધારો થયો છે, પરંતુ એક સમય એવો હતો કે તેમની સાથે કામ કરવાનું મુશ્કેલ બની ગયું હતું. આ દાવો ફરાહ ખાને કર્યો છે. 

કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાને હાલમાં એક પોડકાસ્ટમાં અક્ષય ખન્ના સાથે કામ કરવાના પોતાના જૂના અનુભવો વિશે ખુલીને ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે એક સમયે અક્ષય ખન્ના સાથે કામ કરવું ઘણું મુશ્કેલ હતું. તેઓ ગુસ્સામાં રહેતા હતા અને લાંબા સમય સુધી ઊભા રહેવાનું પસંદ કરતા નહોતા. 

શું બોલી ફરાહ ખાન 

ફરાહ ખાન એક પોડકાસ્ટમાં સામેલ થઈ હતી. વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે ક્યાં અભિનેતા સાથે કામ કરવામાં સૌથી વધારે મહેનત લાગે છે. ફરાહે હસતા જવાબ આપ્યો અને પછી અક્ષય ખન્નાનું નામ લીધું હતું. 
તેણે કહ્યું કે 'દિલ ચાહતા હે' પહેલા અક્ષય સાથે કામ કરવું અત્યંત મુશ્કેલ હતું. તેણે તેની સાથે 'ડોલી સજા કે રખના', 'લાવારિસ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફરાહે કહ્યું કે અક્ષય પોતે પણ ઇન્ટરવ્યૂમાં સ્વીકારી ચુક્યા છે કે તે સમયે તેમનો સ્વભાવ ઉગ્ર હતો. તેના સ્વભાવ પરથી ફરાહે તેની સાથે કોરિયોગ્રાફી નહીં કરવાનો નિર્ણય પણ લીધો હતો. 

ફરી અક્ષય ખન્ના સાથે કામ કર્યું 

જોકે 'દિલ ચાહતા હે'માં તેણે ફરી અક્ષય સાથે કામ કરવું પડ્યું કારણ કે તે ફિલ્મ તેના પિતરાઈ ભાઈ ફરહાન અખ્તર નિર્દેશ કરી રહ્યા હતા. ફરાહના મતે તે ફિલ્મ બાદ અક્ષયના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હતું. તેણે કહ્યું કે 'તીસ માર ખાન'માં અક્ષયે ખૂબ સારો અભિનય કર્યો હતો અને તે સારા ડાન્સર પણ છે. ફરાહે સ્પષ્ટ કર્યું કે તે એવા કલાકારો સાથે કામ કરવા નથી ઇચ્છતી જે સેટ પર હોય.