Sat Oct 10 2026

Logo

બ્રિક્સ સમિટની ઐતિહાસિક તસવીરોએ સાબિત કર્યું કે વિશ્વના દિગ્ગજ નેતાઓ વચ્ચે ભારત છે હવે 'માર્ગદર્શક ભૂમિકામાં'

2026-09-13 19:11:00
Author: Kshitij Nayak
બ્રિક્સ સમિટની ઐતિહાસિક તસવીરોએ સાબિત કર્યું કે વિશ્વના દિગ્ગજ નેતાઓ વચ્ચે ભારત છે હવે 'માર્ગદર્શક ભૂમિકામાં'

નવી દિલ્હીઃ બ્રિક્સ સંમેલન 2026ની તસવીરોએ દુનિયા પર ભારતના દબદબાને કાયમ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત પાટનગર દિલ્હીમાં એક મંચ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ જોવા મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વના દિગ્ગજ નેતાઓની સાથે (મને યા કમને પણ એકસાથે) જોવા મળ્યા હતા.

મહાસત્તાઓ પણ આજે ભારતની વધતી શક્તિઓની માની હતી, જ્યારે ભારતની ભૂમિકાને પણ નજરઅંદાજ કરી શકાતી નથી. ત્યારે જાણીએ બ્રિક્સ સમિટની તસવીરોએ જે કદાચ વધુ લખ્યા કરતા મજબૂત સંકેતો આપી રહ્યા છે.

વિશ્વમાં ભારત છે સેન્ટર પોઈન્ટ?

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ પૈકી ચીન હોય કે રશિયા કે પછી બ્રાઝિલ પણ દરેક દેશના નેતાઓ એક મંચ પર આવીને સન્માન સાથે ચર્ચા કરવા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ભારતની વધતી વ્યૂહાત્મક શક્તિનું પ્રમાણ પણ મંચ પર જોવા મળ્યું હતું. મુશ્કેલ વૈશ્વિક ભૂરાજકીય તણાવની વચ્ચે તમામ પક્ષોને એક મંચ પર લાવવા અને તેમની સાથે સહજતાથી ચર્ચા કરીને ફક્ત ભારતના સંતુલિત દૃષ્ટિકોણ અંગે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. 

ભારતનો પ્રભાવ ફક્ત ઔપચારિકતા સુધી સીમિત રહ્યો નહોતો. વૈશ્વિક મંદી, સપ્લાય ચેન અને ઊર્જા સંકટ જેવા પડકારોના માહોલમાં વિકાસશીલ અને વિકસિત એમ બંને દેશ ભારતને એક વિશ્વાસપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. આ જ કારણથી દુનિયાના દિગ્ગજ નેતાઓની સાથે વ્યક્તિગત અને વ્હૂાત્મક સંબંધો અને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુક જણાયા હતા.

વૈશ્વિક સાઉથનો અવાજ બનાવવા સફળ?

દુનિયાના પ્રતિસ્પર્ધી દેશોના ટોચના નેતાઓને એક મંચ પર સરળતાથી સાથે લાવવું એ ભારતની પરિપક્વ વિદેશ નીતિનું પરિણામ છે. મજબૂત આર્થિક નેતૃત્વની વાત કરીએ તો ઊભરતી આર્થિક મહાસત્તાઓના સંગઠનમાં ભારતે વિકાસશીલ દેશોના હિતોની વાતને પણ સંપૂર્ણ મજબૂતાઈપૂર્વક પ્રસ્તુત કર્યું હતું. અને ત્રીજી વાત વૈશ્વિક વિશ્વાસની. વાયરલ તસવીરોમાં પણ જોવા મળ્યું હતું કે ભારત આજે પણ સંકટમોચક અને શાંતિની મધ્યસ્થતા માટે સંપૂર્ણ સર્વસ્વીકાર્ય રાષ્ટ્ર છે.

ભારત વિના કોઈ પણ બહુપક્ષીય મંચની સફળતા અધૂરી

ભવ્ય સભાગૃહમાં આયોજિત મુખ્ય સત્ર દરમિયાન ભારતની બંને તરફ વિશ્વના દિગ્ગજ નેતાઓ બેઠા હતા અને સમગ્ર સત્રનું વલણ ભારતની પ્રાથમિકતાઓની આસપાસ ફરતું જોવા મળ્યું હતું. આ દ્રશ્ય દર્શાવે છે કે વૈશ્વિક અર્થતંત્ર, વેપાર અને સુરક્ષાના નવા નિયમો નક્કી કરવામાં હવે ભારતનો બુલંદ અવાજ સૌથી મોખરે રહ્યો હતો. જોકે, વિશ્વએ એ પણ સ્વીકારી લીધું છે કે ભારત વિના કોઈ પણ બહુપક્ષીય મંચની સફળતા અધૂરી છે.

આ તસવીરો 21મી સદીના નવા ભારતના પુરાવા છે

છેલ્લે સૌથી મહત્ત્વની એ વાત છે કે આ ઐતિહાસિક સમિટ ફક્ત એક આયોજનની યાદો નહોતું, પરંતુ 21મી સદીના નવા ભારતની તસવીર છે. આત્મવિશ્વાસસભર ભારતીય નેતૃત્વ અને દુનિયાના ટોચના નેતાઓનું ભારતીય નેતા પ્રત્યે સન્માન સિદ્ધ કરે છે કે ભારત હવે કોઈનાથી પાછળ ચાલનારો દેશ નથી, પરંતુ દુનિયાને દિશા બતાવનાર માર્ગદર્શક બની ચૂક્યો છે.