Tue Sep 08 2026

Logo

અમદાવાદના બિલ્ડરની કાર રસ્તે રોકી અઢી કરોડ માગ્યા, મારી નાખવાની ધમકી પણ આપી

2026-08-08 17:13:40
Author: Pooja Shah
અમદાવાદના બિલ્ડરની કાર રસ્તે રોકી અઢી કરોડ માગ્યા, મારી નાખવાની ધમકી પણ આપી

અમદાવાદઃ બાપુનગર સ્થિત એક બિલ્ડરે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર બેઝબોલ બેટથી સજ્જ ત્રણ માણસોએ ઝુંડાલમાં તેમની કાર અટકાવી હતી અને વિવાદિત જમીન કરાર પર ₹2.5 કરોડ ચૂકવવા નહીં આવે તો તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદ મુજબ, ૩૪ વર્ષીય બિલ્ડર ગુરુવારે સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સિગ્નોર હેરિટેજ નજીક આગળની નંબર પ્લેટ વગરની એક કાળી કારે તેની કારને રોકી હતી. બેઝબોલ બેટ લઈને આવેલા બે માણસોએ કથિત રીતે તેમને બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, તેમની કાર પર હુમલો કર્યો હતો અને ૨૦૨૦ના જમીન કરાર હેઠળના હકોનો દાવો કરીને ૨.૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને પ્રોજેક્ટ સાઈટ પર તોડફોડની ધમકી પણ આપી હતી. 

બિલ્ડરે જણાવ્યું હતું કે આરોપી અડાલજ તરફ ભાગી જાય તે પહેલાં બીજી કારે તેને પાછળથી રોક્યો હતો. ત્યારબાદ તેણે 112 હેલ્પલાઇન પર ફોન કર્યો અને પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદમાં ૧ ઓગસ્ટના રોજ પ્રોજેક્ટ સાઇટ પર થયેલી મીટિંગનો પણ ઉલ્લેખ છે, જ્યાં તે જ માણસોએ જૂના કરાર પર ૨.૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. બિલ્ડરે ઇનકાર કરીને કહ્યું હતું કે પૈસા મૂળ જમીનમાલિક પાસેથી વસૂલ કરવામાં આવે. 

અડાલજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ગુનાહિત ધાકધમકીનો પણ સમાવેશ થાય છે.