બજારમાં વધુ નાણું ફરતું થાય
તેવું આયોજન જરૂરી
વિદેશોમાં જે રીતે બૅંકોના ઉઠમણાં થઈ રહ્યા છે, તે જોતાં મંદીનો વ્યાપ હજુ વધશે. આપણો દેશ પણ તેમાંથી બાકાત રહી શકશે નહીં. વધતી જતી મંદીના કારણે જ રિઝર્વ બૅંક દ્વારા અવાર-નવાર વ્યાજના દર વધારવા પડી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં મંદીની સ્થિતિમાં સુધારો આવે તેવી કોઈ સંભાવના જણાતી નથી. વિદેશોમાં વધતી જતી મંદીના કારણે આપણાં દેશની આર્થિક પરિસ્થિતિ બગડે તે પહેલાં સરકારે સાવચેતીના પગલાં લેવાની તાતી જરૂર છે. જોકે ભારતીય બૅંકોની થાપણોમાં થયેલા વધારાના કારણે આપણી બૅંકો વધુ સમૃદ્ધ બની છે. આ થાપણોને ઉત્પાદક માર્ગે વાળી વધુ રોજગારીનું સર્જન કરી, બજારમાં નાણું વધુ ને વધુ ફરતું થાય તે અંગેનું આયોજન કરવામાં આવે તો મંદીને વધુ ઘેરી બનતી અટકાવી શકાય તેમ છે અને રોજગારીનું નવું સર્જન પણ કરી શકાય તેમ છે. સરકાર આ અંગે વિચારશે??
– મહેશ વી. વ્યાસ
પાલનપુર
————–
આકાશવાણીની પ્રસારણ
બાબતે ઊલટાસૂલટી નીતિ
પ્રસાર ભારતીએ રેડિયોમાં પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનાં નિર્માણ અને પ્રસારણ બાબતે એક રાજ્ય એક ભાષાની નીતિ અપનાવી છે તે અનુસાર આકાશવાણી મુંબઈથી મુખ્યત્વે ત્યાંની સ્થાનિક ગુજરાતી ભાષી વસ્તીને ધ્યાનમાં રાખીને રેડિયોની સંવાદિતા અને એફએમ ગોલ્ડ મુંબઈથી પ્રસારિત ગુજરાતી પ્રસારણ કલમને એક ઝાટકે કેટલાય વખતથી બંધ કરી દીધું છે, પણ બીજી બાજુ ગુજરાતના વડોદરાની સ્થાનીય વિવિધ ભારતી ચેનલ પર દર રવિવારે સવારે ૧૦ થી ૧૦.૩૦ દરમિયાન સ્થાનીય મરાઠી ભાષી વસ્તીને ધ્યાનમાં રાખી મરાઠી ભાષામાં રજૂ થતાં કાર્યક્રમને ઉની આંચ નથી આવી. આમ બેવડી નીતિ ચાલે છે. મુંબઈનાં ગુજરાતીઓ સંગઠિત થઈ જાગશે? યાદ રહે કે વડોદરાનું મરાઠી પ્રસારણ બંધ કરવાની વાત નથી જ.
– પિયુષ મહેતા, સુરત
————
બિરદાવવાની કુનેહ
કોઈપણ કાર્ય સફળ થતા… નીતનવું શોધવું… કોઈક પદ્ધતિથી આર્થિક ફાયદો થવો… ધાર્યા કરતા બધાની વચ્ચે કોઈક એકની કુનેહ વધુ કાબીલ… પરિણામ નજરે પડે… ત્યારે… વગર કાંઈ ઊંડાણમાં જવા કરતા તે કાર્યની પ્રશંસા… બિરદાવવાની ખેલદિલી દાખવવી. પ્રોત્સાહન માટે થોડા મીઠા શબ્દોની શબ્દાંજલિ જ બસ છે… ચોક્કસ – આવી ખેલદિલી કેળવતા ઘણા કાર્યો ફતેહમંદ… પ્રગતિશીલ… બચતલક્ષી… નવીન શોધ તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે. રોજબરોજના જીવન જીવવાના વ્યવહારમાં આ પ્રોત્સાહનની ટેવ પાડવી. બાળકોની પરીક્ષામાં સારા માર્કસની મેળવણી. તેને વધુ સારા માર્કસ ભવિષ્યમાં મેળવવાની ધગશનું સિંચન કરે છે. યુવાનોની ઝાબાંજ કામગીરી… કોઈપણ ક્ષેત્રે સફળતાના વખાણ… આવકારમય શબ્દોથી નવાજવામાં આવે તો આ જ યુવાનો શું દેશ માટે કરે તે અકલ્પનિય છે. સ્ત્રી પુરુષનું જીવનમાં એક ખાસ અંગ રહ્યું છે. અર્ધાંગિની અમસ્તી નથી કહેવાતી… સ્ત્રીઓની ઘરસંભાળ, કુટુંબ વ્યવહાર તથા સમાજની દરેકે દરેક પ્રવૃત્તિમાં સહભાગી થવાને પણ બિરદાવવી જરૂરી છે. સ્ત્રીઓ પુરુષોની સાથે આજે ખભ્ભે ખભ્ભા મિલાવી રહી છે… તેથી જ તેઓનું સ્ત્રી સશક્તિકરણ દેશને નવી જ દિશા તરફ લઈ જાય છે. રમત-ગમત ક્ષેત્ર, સંગીત ક્ષેત્ર, વાણિજ્ય, સામાજિક સેવા, ગરીબાઈ દૂર કરવાની ઝુંબેશ તથા એવા ઉત્કર્ષના બધા જ ક્ષેત્રોમાં ભાગ લેનારાઓની ભાગ લેવાની વૃત્તિને બિરદાવવી જ રહી.
બિરદાવવાની કુનેહ… ઘણા મહાન કાર્યમાં પરિણમે છે… વ્યક્તિગત વિકાસ… સાથે સાથે કુટુંબ-સમાજ દેશને વધુમાં વિશ્ર્વને ઉપયોગી થાય છે. શરૂ શરૂમાં થોડી તકલીફ પડશે ક્ધિતુ દિલથી માનેલું… તન-મન લગાડીને કરેલ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. સફળતા મળે જ છે.
– શ્રી હર્ષદ દડિયા (શ્રીહર્ષ)