મુંબઈઃ રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતામાં ફરજ બજાવતા આઈએએસ ઓફિસરનું દક્ષિણ મુંબઈના એક હોટેલમાં જમતી વખતે અચાનક નિધન થયું હતું. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા એક્સિડન્ટલ ડેથનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં આવેલી તૃષ્ણા હોટેલમાં મિત્રો સાથે જમી રહેલાં 57 વર્ષીય પ્રશાંત નવઘરને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ હતી. મિત્રો તેમને તાત્કાલિક સારવાર માટે બોમ્બે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ એ પહેલાં જ તેમનું નિધન થઈ ગયું હતું. એલર્જીના લક્ષણો દેખાયા બાદ પ્રશાંતનું નિધન થયું હોવાની માહિતી પોલીસે આપી હતી.
ઘટના બુધવારે સાંજની છે. પ્રશાંત તેમના મિત્રો સાથે જમવા માટે હોટેલમાં ગયા હતા અને એ વખતે તેમને એલર્જીના લક્ષણો દેખાવા લાગ્યા હતા. તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ એ પહેલાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ આ પ્રકરણે તપાસ કરી રહી છે.
મિત્રો સાથે જમવા ગયેલાં આઈએએસ ઓફિસર સાથે હોટેલમાં જ થયું આવું…
RELATED ARTICLES