ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણ

‘તું મને બહુ ગમે છે… I like you so much…’’ વૃંદાના મગજમાં ગઈ કાલ સાંજથી આ વાક્ય કબજો જમાવી બેસી ગયાં હતાં. વારંવાર તે અરીસા સામે ઊભી પોતાની જ નજરમાં નજર મિલાવી ફરી ફરી વાર આજે ક્લાસમાંથી છૂટ્યા બાદ વરુણે તેને કહેલા આ શબ્દો મનમાં દોહરાવતી હતી ત્યાં અચાનક જ તેની નજર પાછળ ઊભા રહીને પોતાને ટગર ટગર જોઈ રહેલી મમ્મીની આંખો પર પડી. જાણે પોતાનું મન મમ્મીએ વાંચી લીધું હોય એમ તે છોભીલી પડી ગઈ. તેને અંદરથી કંઈક અજીબ અહેસાસ થઈ રહ્યો હતો. એ શું હતું એનું વર્ણન મમ્મી પાસે કરવું વૃંદા માટે એટલું જ અસહજ હતું જેટલું એની મમ્મી સાધનાનું વૃંદા પાસે એ સ્વીકારવું કે તેને પણ પોતાની જિંદગીમાં ઉંમરના એક પડાવ પર કોઈને જોઈને મનમાં આવું જ તોફાન ઊઠી આવતું, પરંતુ સાધનાની પરિસ્થિતિ અલગ હતી. એ વખતે કોઈને આવું કંઈ કહેવું મતલબ પોતાની ગણના ખરાબ છોકરીઓમાં કરાવી લેવી. આજકાલ એવું નથી રહ્યું. સમયની સાથોસાથ વિચારોમાં આવેલું મોડર્નાઈઝેશન આનું કારણ હશે કદાચ. વૃંદાને રોજ કરતાં કંઈક અલગ ખોવાયેલી અવસ્થામાં જોઈ સાધનાએ ટકોર કરી, ‘ધ્યાન ક્યાં રહે છે તારું આજકાલ? તને ક્યારનીય હું બોલાવતી હતી. અહીં જ તો ઊભી છો તોય મારો અવાજ કાને પડતો નથી!?’ વૃંદા થોડી ઓઝપાઈ, પણ પછી ક્ષણભરમાં જ એ તો જોરથી સામે તાડૂકી, ‘ના સંભળાયું, તજ્ઞ ૂવફિ!ં તું શું કામ મારી પાછળ ફરે છે?’ વૃંદાની માત્ર કલ્પનાઓમાં જ વિહાર કરતી જાતને સંધ્યાની આ ખલેલ સહેજપણ રુચિ નહોતી.
‘કારણ કે તું ધ્યાનબેરી થઈ ગઈ છો એટલે… સમજી!? બહુ સામે જવાબ દીધા વગર ચાલ હવે.’
પરંતુ મમ્મી તો ઠીક વૃંદાના ઘરમાં કોઈને પણ એવો ખ્યાલ નહોતો કે વૃંદાના મનમાં તરુણાવસ્થા દરમિયાન ઉદ્ભવતા હોર્મોન્સ એવા ઉછાળા મારી રહ્યા હતા કે જેને કાબૂમાં રાખવા વૃંદા અસમર્થ હતી. ખેર, વૃંદા પર થયેલા આ હોર્મોન્સની અસર તેના મનમાં બીજું કંઈ વિચારવાની જગ્યા છોડતું નહોતું એટલે ઘરમાં કોઈ ગમે તેટલું ટોકે તેને પરવા નહોતી. આ અવસ્થામાં પોતાની અંદર ઉછાળા મારતી લાગણીઓને ઠાલવવા તેનો એકમાત્ર સહારો હતો નિત્યા. તેઓની મિત્રતા બહુ અંગત ન કહી શકાય, તેમ છતાં પણ એકસાથે નાનપણથી ભણવાને કારણે તેઓ વચ્ચે એક આત્મીયતા ચોક્કસ સધાયેલી હતી. વૃંદાને હવે રોજનું થયું. નિત્યા સાથે પોતે વરુણ પ્રત્યે શું અનુભવે છે એ કહ્યા વગર રહેવાય નહીં અને એ મિત્રતા એટલી તો ગાઢ હતી જ નહીં કે જે વૃંદાની લાગણીઓને સમજે નહીં તો કંઈ નહીં, પરંતુ તેની સાતત્યતા સાચવી શકે. ઉપરાંત બંનેની ઉંમર એકસરખી એટલે વૃંદાની સાચી સલાહકાર નીવડવામાં નિત્યા નિષ્ફળ નીવડે. તેને પણ વૃંદાની માફક જ ઈમોશન્સના અનુભવો થતા હોઈ એ બધું સાચું અને સારું જ લાગે અને આથી જ તેણે ક્યારેય વૃંદાને રોકી નહીં. દિવસો વીતતા ગયા એમ વૃંદાનું ઘરની જેમ સ્ટડીમાંથી પણ ધ્યાન હટવા લાગ્યું, એના માર્ક્સ ઓછા થતા ગયા, રિઝલ્ટ ખરાબ આવવા લાગ્યાં, તે અતડી બનવા લાગી, સતત કલ્પનાઓથી ઘેરાયેલી જાતનો હકીકત સાથેનો સંપર્ક સાવ જ તૂટી ગયો અને હવે તેની આસપાસની અન્ય છોકરીઓ તેને કોઈ અલગ નજરથી જોવા લાગેલી એ પણ ખૂંચવા લાગ્યું હતું.
પોતાની જાત પ્રત્યેની સભાનતા આવવાની શરૂઆત થતાં જ તેઓ વિજાતીય આકર્ષણ અનુભવે છે અને સ્કૂલમાં પોતાની સાથે ભણતા વરુણ સાથે મિત્રતાથી વિશેષ જેને કાચી ઉંમરનો પ્રેમ કહેવામાં આવે છે તેની શરૂઆત થાય છે. એ ખૂબ સંવેદનશીલ અંગત લાગણીની વાત કોઈ બાબતે એ બંને વચ્ચે મનદુ:ખ થતાં જ નિત્યા દ્વારા તેના ગ્રુપમાં કહી દેવામાં આવે છે એટલું જ નહીં, આ વાત ફેલાતાં ફેલાતાં ખોટીસાચી બાબતો ઉમેરાતાં ઉમેરાતાં એકદમ ચટપટી બની તેના ઘર અને સ્કૂલના પ્રિન્સિપાલ સુધી પહોંચે છે અને પછી તો એ જ થાય છે જે આ પ્રકારના કિસ્સાઓમાં થતું આવે છે. ઘરમાં પડતો ઠપકો, સહાધ્યાયીઓ દ્વારા કરાતી પજવણી અને અંતે એકલતામાં પણ એકલી પડી ગયેલ વૃંદા નિત્યા સાથેની દોસ્તીમાં ઓટ લાવી દે છે, વરુણ પ્રત્યેનું આકર્ષણ ગુમાવી બેસે છે. સમાજમાં કરાતી વાતો સામે મૌન સેવે છે અને પોતાની અંદર ઉદ્ભવતાં ગુસ્સા, હતાશા, ખાલીપણાને નાથવા મનોચિકિત્સકના સહારે જાય છે.
છોકરીઓને ચૂપ રહેતાં, શરમાતાં, વિરોધ કે વિદ્રોહ ન કરતાં શીખવાડી દેવું એ સમાજ પોતાની ફરજ સમજે છે. તરુણોને અને તેની દુનિયાને સમજવાની કોઈ જ જરૂર હોતી નથી તેવી માન્યતામાં જીવતા આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે પણ એક સમયે એ અવસ્થામાં જીવતા હતા. કાચી ઉંમરે ઊભા થયેલા આકર્ષણને તરુણીઓ કે પછી એડલ્ટહૂડમાં પ્રવેશેલી યુવતીઓ સમજી નથી શકતી અને જીવનભર માટે પોતાનું નુકસાન કરી બેસે છે, કારણ છે યોગ્ય માર્ગદર્શનનો અભાવ.
તરુણાવસ્થામાં આવતો સૌથી મોટો કોઈ બદલાવ હોય તો એ છે પ્રેમ, લાગણી, આકર્ષણ વગેરે જેવાં ઈમોશન્સથી પરિચિત થવું. ફેવરિટ સુપરહીરો કે કાર્ટૂનની જગ્યા હળવેકથી ક્યારે કોઈ મોડેલ, એક્ટર, સ્કૂલના સિનિયર કે સ્કૂલનો સ્પોર્ટ્સ કેપ્ટન લઈ લે છે એ સમજ પડતી નથી.
સૌથી મોટી કોઈ વિડંબણા હોય તો એ છે કે પેરન્ટ્સ દ્વારા પણ ક્યારેય પોતાના ટીનેજર સંતાનને આ લાગણીઓ પરત્વે સજાગ કરવામાં આવતા નથી. ખુલ્લા મન અને મગજ સાથે તેઓને સત્યથી પરિચય કરાવવામાં મોટા ભાગનાં માતા-પિતા અસમર્થ રહે છે. એટલે તેઓ એડલ્ટ બન્યા બાદ પણ હોર્મોન્સના કારણે ઉદ્ભવતા આકર્ષણને સમજી શકતા નથી અને અંતે સંબંધમાં સ્નેહના નામે હેરાન થઈ રહે છે.
તરુણાવસ્થામાં અનુભવાતી મૂંઝવણ, જાત પ્રત્યેની સભાનતા, નિર્દોષ દોસ્તીના નશામાં ભોગવાતો આનંદ, નાની નાની મૂર્ખતા અને સ્વતંત્રતા મેળવવા માટેની અનહદ છટપટાહટ. દેશ-દુનિયાના કોઈ પણ ખૂણે દરેકેદરેક તરુણોએ ભોગવવા પડતા આ સંઘર્ષને સહજતાથી શા માટે સમજવામાં આવતો નથી?? ઉ

Google search engine