PSIએ ગ્રેડ-પે અંગે સવાલ ઉઠાવતા શિષ્ટાચાર ભંગના બહાને સસ્પેન્ડ કરાયા, AAPએ કહ્યું સત્તાનો આટલો નશો સારો નથી.

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાતમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પે અંગે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ અંગે સવાલ ઉઠાવતા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવતા મામલો ગરમાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ મથકમાં હથિયારધારી પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આર.આર.વસાવાએ તાજેતરમાં એક વિડીયોમાં ગ્રેડ પે તથા આર્થિક પેકેજ બાબતે આઇપીએસ-નેતાઓ સામે આક્ષેપ કર્યા હતા. આ વીડિયો વાયરલ થતા સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પોલ છતી થઇ ગઈ હતી. ત્યાર બાદ શિષ્ટાચાર ભંગના બહાના હેઠળ PSI વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યુઆરટી ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હથિયારી પીએસઆઇ આર.આર. વસાવા દ્વારા થોડા દિવસ પૂર્વે મીડિયા સમક્ષ ગ્રેડ પે મામલે તેમજ તાજેતરમાં પોલીસને સરકાર દ્વારા જાહેર થયેલા ભથ્થા બાબતે IPS અધિકારીઓ તેમજ નેતાઓ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા. દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા પીએસઆઇ આર.આર. વસાવાને શિષ્ટાચાર ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગે AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘બાહોશ ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા જીવના જોખમે ડ્રગ્સ પકડે ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને મેં ડ્રગ્સ પકડ્યું એવી મોટી મોટી ભાષણબાજી કરવાની. અને જ્યારે પોલીસ ગ્રેડ-પે માંગે ત્યારે સસ્પેન્ડ અને ટ્રાન્સફર કરીને પોલીસ ઉપર જ ગુનો દાખલ કરવાનો. આટલો બધો સત્તાના નશો સારો નથી.’

“>

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં આત્મહત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ સિહે પણ તેમના છેલ્લા સંદેશમાં પોલીસનો પગાર વધે એવી આશા વ્યકત કરી હતી. ત્યારે આવા પગલા ગુજરાત સરકારની નિયત પર સવાલ ઉભા કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.