ચીનમાં ફરીથી કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે ઘણા શહેરોમાં કડક ઝીરો કોવિડ પોલિસી લાગુ કરવામાં આવી છે જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. શનિવારે રાત્રે ચીનના શાંઘાઈમાં લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચીન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
Incredible footage from #China’s #Shanghai, where countless people gathered at a road called “#Urumqi road,” chanting a slogan “Step down, the Communist Party” very loudly. https://t.co/6YBpfbxsox
— William Yang (@WilliamYang120) November 26, 2022
“>
ઉરુમકી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 લોકો માર્યા ગયા અને નવ ઘાયલ થયા પછી વિરોધ શરૂ થયો હતો ત્યારબાદ મોટી સંખ્યામાં ચીની નાગરિકો કોવિડ નીતિ સામે ગુસ્સો વ્યક્ત કરવા પ્રદર્શનમાં જોડાયા હતા.
સોશીયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં લોકો રોડ પર મોટી સંખ્યામાં એકઠા થઇ શી જિનપિંગની આગેવાની હેઠળની ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નાગરિકોએ “કમ્યુનિસ્ટ પાર્ટીને દૂર કરો”, “કોમ્યુનિસ્ટ પાર્ટીને પદ છોડો” અને “શી જિનપિંગને દૂર કરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
Police surrounded the last few dozens of protesters at the scene in Shanghai and some women were reportedly taken away. https://t.co/gaEPtObJ47
— William Yang (@WilliamYang120) November 26, 2022
“>
શાંઘાઈમાં એક વિરોધ સ્થળ પર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું. અંતરરાષ્ટ્રીય મીડિયાના જણાવ્યા પ્રમાણે પોલીસે શાંઘાઈમાં ઘટનાસ્થળે છેલ્લા કેટલાક વિરોધીઓને ઘેરી લીધા હતા અને કેટલીક મહિલાઓને લઈ જવામાં આવી હતી. લોકોએ “સ્ટેપ ડાઉન સીસીપી” ના નારા પણ લગાવ્યા.