દિલ્હીમાં વિરોધ કરી રહેલા રાહુલ ગાંધીની અટકાયત, કહ્યું ‘સત્ય જ આ સરમુખત્યારશાહીનો અંત લાવશે.’

ટૉપ ન્યૂઝ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની ED બીજીવાર પૂછપરછ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સાંસદો તરફથી પૂછપરછનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી પણ કોંગ્રેસના સાંસદો સાથે દિલ્હીના વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. દરમિયાન દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી છે. રાહુલ ગાંધીએ ભારત પોલીસ સ્ટેટ બની ગયું છે એમ જણાવ્યું હતું.

પોલીસે અટકાવતા રાહુલ ગાંધી રસ્તા વચ્ચે જ ધરણા પર બેસી ગયા હતા

રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળવા માંગતા હતા અને તેમને મેમોરેન્ડમ આપવા માંગતા હતા. પરંતુ દિલ્હી પોલીસે તેમને વિજય ચોક પાસે અટકાવ્યા હતા. જે બાદ તેઓ કાર્યકર્તાઓ સાથે ત્યાં ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેમને રસ્તા પરથી ઉભા કરવા પ્રયત્ન કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસકર્મીઓ રાહુલ ગાંધીને ઘેરી લીધા હતા. લગભગ 30 મિનિટ સુધી ચાલેલ મડાગાંઠ પછી રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના અન્ય સાંસદોને પોલીસકર્મીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ મોંઘવારીથી લઈને જીએસટી સુધીના વિવિધ મુદ્દાઓ પર સરકાર સામે વિરોધ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘સરમુખત્યારશાહી જુઓ, શાંતિપૂર્ણ દેખાવો કરી શકતા નથી, મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા કરી શકતા નથી, પોલીસ અને એજન્સીઓનો દુરુપયોગ કરીને, અમારી ધરપકડ કરીને પણ તમે અમને ક્યારેય ચૂપ કરી શકશો નહીં. ‘સત્ય’ જ આ સરમુખત્યારશાહીનો અંત લાવશે.’

 

“>

રાહુલ ગાંધીએ અટકાયત પહેલા કહ્યું હતું કે “ભારત એક પોલીસ રાજ્ય બની ગયું છે, (વડાપ્રધાન નરેન્દ્ર) મોદી રાજા છે”
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિજય ચોકમાંથી અટકાયત કરવામાં આવી છે. એક તરફ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની EDની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.