નવી દિલ્હીઃ 2023નું વર્ષ હજી તો ચાલુ જ થયું છે અને તેની સાથે જ દેશમાં નવા વર્ષની શરુઆત જ પહેલાં મોટા આંદોલનથી થઈ છે. દેશભરમાં લાખો જૈનો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેમના હાથમાં પોસ્ટર અને જીભ પર જૈન ધર્મની રક્ષા માટેના નારા લગાવી રહ્યા છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા નાના-મોટા શહેરમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જૈનોના પવિત્ર તીર્થ સ્થળ શ્રી સમ્મેદ શિખર તીર્થને પર્યટનસ્થળ બનાવવા અને શત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથજીના ચરણ પાદુકાને ખંડિત કરનારાઓ વિરુધ્ધ આ પ્રદર્શનો થઈ રહ્યા છે. મુંબઈમાં પણ રવિવારે ઘાટકોપર, સાઉથ મુંબઈ, બોરીવલીથી સાંતાક્રુઝ સુધીની લાંબી લાંબી રેલીઓ જૈનોએ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. દિલ્હીમાં જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં રેલી કાઢી છે અને હજારો લોકો ઈન્ડિયા ગેટ પહોંચી ગયા હતા. દિલ્હીની સાથે સાથે મુંબઈમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. તીર્થ સ્થળને ટુરીસ્ટ પ્લેસ બનાવવાનો વિરોધ કરવા જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે અને મહારેલીઓ કરી રહ્યો છે. આ સિવાય અમદાવાદમાં પણ લાખો લોકો રસ્તા પર ઉતરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. દસ કિલોમીટર લાંબી આ રેલીની ખાસ વાત તો એ હતી કે જૈનોએ જે પોસ્ટર દેખાડ્યા હતા તેના પર એવું લખ્યું હતું કે જૈન સમાજ કમ હૈ, પર કમજોર નહીં. બીજી મોટી વાત એવી તે રેલીના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનો ફોટ મૂકવામાં આવ્યો હતો.