Homeલાડકીસોલો ટ્રિપનાં સારાં-નરસાં પાસાં...

સોલો ટ્રિપનાં સારાં-નરસાં પાસાં…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

આજકાલ બફલાફભસયિ, ઝફિદયહહયિ, ૂજ્ઞક્ષમયયિિ આવાં અનેક નામોથી અંજાતી યુવાપેઢી દુનિયાભરમાં ફરવા નીકળી પડતી જોવા મળે છે. ઘણા લોકો યુવાનીમાં નવો અનુભવ મેળવવા, કોઇ પોતાની એકધારી જિંદગીને થોડો વિરામ આપવા કે પછી કોઇ દેશ-દુનિયાને ઓળખવાના અભરખા સાથે નીકળી પડતા હોય છે. અમુક યુવતીઓ, મહત્ત્વાકાંક્ષાથી સંપૂર્ણપણે લદાયેલી, પોતાની કાબેલિયતને ઓળખ્યા વગર, સ્વતંત્રતાની ઝંખના કરતી અચાનક સ્વછંદતાની લપેટમાં જ્યારે આવી જાય ત્યારે તેના અસ્તિત્વનું અવમુલન પણ થાય છે તો ક્યારેક કોઇ યુવતી એવી પણ નીકળે છે કે જેને કોઇ ધ્યેય વગર, કોઇ જ જીવન પ્રત્યેના લગાવ વગર, કોઇ જ જગ્યા પર પહોંચવાની લાહ્ય વગર માત્ર તે જ્યાં છે ત્યાંથી અકારણ ભાગી છૂટવાની મહેચ્છા થાય. માણસની સમાજથી કે પોતાની આસપાહનક દુનિયાથી દૂર ભાગવાની માનસિકતાના મર્મને સમજ્યા વગર અનુસરવાની તાલાવેલી યુવાવસ્થામાં સૌથી વધુ જોવા મળે છે. યુવતીઓને ‘હિપ્પી’ લાઈફ સ્ટાઈલ કે બિન્દાસ્ત સ્વતંત્રતા આકર્ષે છે એટલે જ અત્યાર સુધી ભલે એકલા ક્યાય પણ જવાની હિંમત નહોતી કરી, નહોતા પ્રવાસો કર્યા કે નહોતી એવી મહેચ્છા રાખી કે કોઈ વસ્તુનો પોતે એકલા હાથે સામનો કરશે. પરંતુ યુવાવસ્થાની શરૂઆત બાદ અનુભવોથી ઘડાયેલી જાત એકધારી ઘરેડમાં પ્રવેશે એ પહેલા આજકાલ એકલા પ્રવાસ પર નીકળી પડવાનું સૌભાગ્ય ઘણી યુવતીઓ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે.
ત્યારે યુવાનીમાં એકલા પ્રવાસ પર નીકળતા પહેલા અમુક મુદાઓ ખાસ ખ્યાલમાં રાખવા જરૂરી છે. સૌપ્રથમ તો એ વિચારો કે તમને કઈ જગ્યાએ જવાની સૌથી વધુ ઈચ્છા છે? ક્યાં તમે એકલા જઈ શકો એમ છો? આવકાર્ય છે કે પહેલીવારનાં પ્રવાસ માટે કોઈ નજીકનું સ્થળ પસંદ કરો, અથવા તો એક જ દિવસમાં જઈને પાછા આવી શકાય એ પ્રકારનું સ્થળ પસંદ કરવું વધુ હિતાવહ છે, કારણકે એકલા જવાની આદત પડતા પહેલા એકલા રહેવાની આદત પડવી વધુ જરૂરી અને અઘરી બને છે. પહેલી જ વારમાં ખૂબ લાંબો પ્રવાસ ગોઠવી પછી અડધેથી પાછા ફરવું અને મજાક તેમજ ભોંઠપનો ભોગ બનવું એના કરતા ધીમે ધીમે જાતને આ પ્રકારના પ્રવાસો માટે કેળવવી વધારે સલાહભર્યું છે.
એક વખત પ્રવાસની જગ્યા નક્કી થઇ જાય ત્યારબાદ એ જગ્યા વિશેની ઝીણામાં ઝીણી વિગત મેળવી રાખો. તમારી પસંદગીના સ્થળની ભૌગૌલિક માહિતી, હવા પાણી, આબોહવા, સારાં નરસાં પાસાં, સંકટ સમયના બધાજ ઈમરજન્સી નંબર વિગેરે જેવી વસ્તુઓની નોંધ સાથે લેતા જાઓ. દરેક શહેર, ગામ કે ફરવાનાં સ્થળોની આસપાસ એવી જગ્યાઓ ચોક્કસ હશે કે જ્યાં જવું હિતાવહ નહીં હોય તેવા અસલામત એરિયા ખાસ નોંધી રાખી ત્યાં જવાનું ટાળો. ખાસ કરીને રાત્રી દરમિયાન કોઈપણ સ્થળ પર ફરવાનું ટાળો. કઈ જગ્યા તમને સૌથી વધુ પસંદ આવશે એનું લીસ્ટ તૈયાર કરી અને એ દરેક જગ્યા કેટલા દિવસમાં નિરાંતથી જોઈ શકાય તેની વિગતો તૈયાર કરો. તે મુજબ પ્રવાસનો સમય નક્કી કરો. કઈ ઋતુ વધારે અનુકુળ છે એ જાણી લેવું પણ અત્યંત જરૂરી છે નહીંતર કારણ વગરની હાલાકી ભોગવવાનો વારો આવે.
ફરવાનું સ્થળ નક્કી કરી લીધા પછી બીજી અગત્યની વાત આવે છે કે પ્રવાસ દરમિયાન તમારી રહેવાની હોટેલ કે જગ્યા પહેલેથી જ બુક કરાવી રાખો. કારણ કે અચાનક જ કોઈ જગ્યા પર પહોંચી જવાથી કદાચ સારી અને વ્યવસ્થિત, સલામત જગ્યા ના પણ મળે એવું બને. પ્રવાસ દરમિયાન તમારી જરૂરિયાત મુજબ તમારે સગવડતાભર્યું સ્થાન પસંદ કરવું જરૂરી છે . કારણ કે જ્યારે એકલા પ્રવાસ કરતા હશો ત્યારે અગવડતા અસ્થાને છે. અને તેમ છતાં ક્યારેક જો કોઈ અણધારી આફત આવે તો તેને નિપટાવવાની જવાબદારી પણ આપણા શિરે જ હોય એ વાત ભૂલવી જોઈએ નહિ. આ ઉપરાંત નાની નાની વસ્તુઓ જેવી કે મોબાઈલ ફોનની બેટરી ચાર્જ કરેલ રાખવી, પોતાનો પાસપોર્ટ કે ઓળખપત્ર સાથે રાખવું, પૈસા તેમ જ અન્ય જરૂરી સામાન હાથવગો રાખવો, નાનીમોટી માંદગી માટેની દવાઓ ભૂલ્યા વિના સાથે રાખવી. મોટાભાગે બહેનોને આવી વસ્તુઓ પર ધ્યાન દેવાની આદત હોતી નથી, પરંતુ તે જયારે એકલા પ્રવાસ પર જાય ત્યારે ઉતાવળમાં આવી નાની પણ અગત્યની વસ્તુઓ પ્રત્યે કોઈ ભૂલ રહેવાની શક્યતા રહે નહિ તેનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે.
એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો કે કોઈ એક જગ્યાએથી નીકળી બીજી જગ્યા સુધી એકલા પહોચવાની ઘટનાને સોલોટ્રીપ કહેવામાં આવતી નથી. એવી જ રીતે કોઈ મોટા ગ્રૂપ કે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલ પ્રવાસને પણ સોલોટ્રીપ કહેવાતું નથી. ઘરેથી નીકળી અને પ્રવાસ પૂર્ણ કરી એકલા જ ઘર સુધી પાછા ફરવાની ક્રિયા એ સાચી સોલોટ્રીપ કહેવાય છે.
સોલો ટ્રીપનો મુખ્ય ઉદેશ્ય એ હોય છે કે તમે એકલતામાં પણ આનંદિત રહેતા શીખો, તમારી મેળે તમારી ખુશીઓને ઓળખતા શીખો, તમારી જરૂરિયાતો મુજબ તમને ગમતા શોખ વિકસાવી શકવા સક્ષમ બનો. અવનવા માણસોને મળવાનું થાય, સારા નરસાનું ગણિત જાતે જ ગણતા શીખી શકાય, ઘરના આંગણામાંથી દેખાતું ચોરસ ટુકડા જેટલુ જ આકાશ સંપૂર્ણ વિશ્ર્વ નથી માત્ર! એ માન્યતામાંથી નીકળી વિસ્તરતા શીખી શકાય અને ખાસ તો પોતાની જાત સાથે એકલા જીવતા શીખવા મળે. થોડી ઘણી કદાચ તકલીફો શરૂઆતમાં વેઠવી પડે પરંતુ એક વખત આદત પડી જાય પછી વારંવાર આ પ્રકારની સફર પર નીકળવાનું મન સામેથી જ થાય એ નક્કી. અને એટલે જ આનંદ લેવાનો એક આહલાદક અને અઘરો છતાં અદકેરો અનુભવ એટલે સોલોટ્રીપ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular