“પ્રમોશન હુઆ હૈ લાઈફ મે, ઈન્ક્રીમેન્ટ નહી” ફી વધારાની અફવાઓ પર કાર્તિક આર્યનની પ્રતિક્રિયા

ફિલ્મી ફંડા

કાર્તિક આર્યનની ફિલ્મ ભુલભુલૈયા-2એ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે અને તે 2022ની સફળ ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મની રિલીઝના માત્ર 10 દિવસમાં, ભૂલ ભુલૈયા-2 એ બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.આ ફિલ્મની સફળતા બાદ કાર્તિકે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ પણ શરૂ કરી દીધા છે ત્યારે એક વાત ચર્ચાઈ રહી છે કે તેણે પોતાના મહેનતાણામાં ધરખમ વધારો કરી દીધો છે. કાર્તિક પહેલા ફિલ્મ દીઠ 15-20 કરોડ રૂપિયા લેતો હતો, પરંતુ ભૂલ ભુલૈયા 2ની સફળતા બાદ તેણે તેની ફી વધારી દીધી છે. એક રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાર્તિક હવેથી પ્રતિ ફિલ્મ 35-40 કરોડ રૂપિયા ચાર્જ કરશે. ફી વધારાની અફવાઓને ફગાવી દેતા કાર્તિક આર્યને કહ્યું, “પ્રમોશન હુઆ હૈ લાઈફ મે, ઈન્ક્રીમેન્ટ નહી.”
કાર્તિકે તાજેતરમાં કરતા જણાવ્યું હતું કે ફિલ્મ સફળ થાય તો સર્જકને પણ તેનો ફાયદો થતો હોય છે તેથી મહેનતાણામાં વધારો કરવો એ સામાન્ય બાબત છે. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે મહેનતાણામાં વધારો કરવા બદલ ફિલ્મના નિર્માતા અને ફિલ્મ પર દબાણ લાવવું જોઈએ નહીં. કાર્તિકે વધુમાં એમ પણ કહ્યું હતું કે દરેક વ્યક્તિને આગળ વધવાનો અને પોતાની રીતે સફળતા મેળવવાનો અધિકાર છે.
ભૂલભૂલૈયા ફિલ્મના પ્રથમ ભાગમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ભૂલ ભુલૈયા-2 માં કાર્તિક અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતા. ભૂલ ભૂલૈયા-2 ની સુપર સફળતા સાથે, ફિલ્મના નિર્માતાઓએ હોરર-કોમેડીના ત્રીજા ભાગ બનાવવાની પણ જાહેરાત કરી છે. ભૂલભૂલૈયા-2માં તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યને તેની આગામી ફિલ્મ ફ્રેડીનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ ઉપરાંત તેની શહેજાદા પણ પાઇપલાઇનમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.