Homeઉત્સવપ્રમોટર, CEO, CMO: બ્રાન્ડના નવા સેલિબ્રિટી

પ્રમોટર, CEO, CMO: બ્રાન્ડના નવા સેલિબ્રિટી

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

સેલીબ્રિટી એન્ડોર્સ્મેંટ એક સશક્ત એડવર્ટાઇઝિંગ વ્યૂહરચના છે જો તેને વ્યવસ્થિત રીતે પ્લાન કરવામાં આવે. મોટેભાગે બ્રાન્ડ સેલિબ્રિટીનો સહારો સેલ્સ અને બ્રાન્ડ ઇમેજરી વધારવા લેતી હોય છે. સેલિબ્રિટીનું નામ આવતા આપણને ફિલ્મ અભિનેતા / અભિનેત્રી, ખેલાડીઓ જેઓ પ્રખ્યાત છે અને જેમની ફેસ વેલ્યુ છે માર્કેટમાં તેવી વ્યક્તિ આંખ સામે આવે. થોડા સમયથી આમાં સોશિયલ
મીડિયા ઈનફ્લુએન્સર પણ જોડાયા અને તેઓ પણ સેલિબ્રિટીની ભૂમિકામાં જોવા મળ્યા. ત્યાં સુધી કે અમુક સેગ્મેન્ટને ટાર્ગેટ કરવા આ લોકો પ્રખ્યાત અને નામી સેલિબ્રિટી કરતા પણ વધુ ફાયદાકારક અને ઉપયોગી સાબિત થયા છે.
આજે જયારે વેપારના આયામો બદલાઈ રહ્યા છે અને સ્ટાર્ટઅપ ક્લચર જે રીતે વધી રહ્યું છે ત્યારે એમ કહી શકાય કે, એ દિવસો ગયા જ્યારે ફક્ત ખેલાડીઓ, અભિનેતાઓ, અભિનેત્રીઓ અને સંગીતકારો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાતોમાં દેખાતા હતા. હવે કંપનીઓના પ્રમોટર, વડાઓ – સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) સીએમઓ (ચીફ માર્કેટિંગ ઓફિસર) – આગળ આવી રહ્યા છે અને આ જાહેરાતોમાં પોતે દેખાય છે.
આ વાંચતાની સાથે આપણને ખઉઇં મસાલા વાળા કાકા મહાશય ધરમપાલ ગુલાટીજી યાદ આવે જે તેમની હરેક જાહેરાતોમાં જોવા મળતા. વૈશ્ર્વિક સ્તરે જોઈએ તો એપલના સ્ટીવ જોબ્સ, વર્જિન ગ્રૂપના સર રિચાર્ડ બ્રેન્સન અને ટેસ્લાના એલોન મસ્ક, આ લોકોએ પોતાનો ચહેરો પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા લોકો સમક્ષ મૂક્યો. આજ વાત આજે સ્ટાર્ટઅપ બ્રાન્ડ દ્વારા ભારતમાં પણ ધીરે ધીરે આકાર પામી રહી છે.
તેમના પ્રમોટર કે પછી ઈઊઘ / ઈખઘ પોતાની બ્રાન્ડના એમ્બેસેડર અથવા સેલિબ્રિટી તરીકેની ભૂમિકા પણ ભજવે છે. ટ્રિવાગો નામની બ્રાન્ડે આની પહેલ કરી અને આજે હરેક સફળ સ્ટાર્ટઅપ બ્રાન્ડના પ્રમોટર કે ટોપ એક્ઝિક્યુટિવ તમને તેમની એડમાં જોવા મળશે.
અમુક નામો જાણીયે તો; સુગર કોસ્મેટિક્સના વિનિતા સિંઘ જેઓ રણવીર સિંઘ અને તમન્ના ભાટિયા સાથે તેમની બ્રાન્ડ એડમાં જોવા મળે છે, લેન્સકાર્ટના પીયૂષ બંસલ જેઓ કરણ જોહર સાથે જોવા મળે છે, શાદી. કોમના અનુપમ મિત્તલ, આ ત્રણ શાર્કટેન્ક શોના નિર્ણાયક તરીકે પણ ખ્યાતિ પામ્યા છે અને આ કારણસર તેમનો
ચહેરો જાણીતો પણ છે. આવાં બીજાં ઘણાં નામો છે જે આજે આ વ્યૂહરચના પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા લઇ રહ્યા છે.
આમ કરવાનું કારણ શું હોઈ શકે; સૌથી મોટુ કારણ ક્ધઝ્યુમરને વિશ્ર્વાસ અપાવવા કે આ બ્રાન્ડ પાછળ કોણ છે. આ બધી નવી બ્રાન્ડ છે અને વર્ષો જૂની લિગસિ બ્રાન્ડ સાથે સ્પર્ધા કરે છે, ઘણી બ્રાન્ડ તેવી કેટેગરીમાં હોય છે જેમાં ક્ધઝ્યુમર જલદીથી નવી બ્રાન્ડને અપનાવતો નથી. આવા સમયે પોતે લોકો સમક્ષ આવી લોકોને બાંહેધરી આપે છે પ્રોડક્ટ અને બ્રાન્ડની. પ્રોડક્ટની ગુણવત્તા અને બ્રાન્ડની ઓથેન્ટિસિટી પ્રસ્થાપિત થાય છે અને ક્ધઝ્યુમર એકવાર પ્રોડક્ટ વાપરવા સહમત થઇ શકે છે. આ ઉપરાંત તેમની અંગત બ્રાન્ડ પણ બિલ્ડ થાય છે જે આજની તારીખે ઘણી જરૂરી છે.
આનું કારણ, આજે ઇન્વેસ્ટમેન્ટ એક મહત્ત્વનું પાસું છે સ્ટાર્ટઅપ માટે આવા સમયે ઇન્વેસ્ટર માટે પણ જાણીતો ચહેરો, નામ તેમનું કામ આસાન કરે છે. આ તેના જેવું છે, ઘણી હોટેલોમાં લખેલુ જોવા મળશે કે; “અમારી હોટેલનો માલિક રોજ આ હોટેલમાં જમે છે. આ વાત હોટેલમાં જમવા આવનાર વ્યક્તિને ઉત્તમ ખાવાનું મળશેનો વિશ્ર્વાસ આપે છે.
આવા સમયે આ સેલિબ્રિટી બ્રાન્ડને લોકપ્રિય કરવા, ઇમેજ બનાવવા અને ક્ધઝ્યુમરનો વિશ્ર્વાસ પ્રાપ્ત કરવામાં મોટો ભાગ ભજવે છે.
જયારે આ વ્યૂહરચના અપનાવવામાં આવે છે ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ શોર્ટકટ નથી. કારણ તેઓ અમુક અંશે બ્રાન્ડને પ્રમોટ કરશે પણ જો પ્રોડક્ટમાં સત્વ નહી હોય તો ક્ધઝ્યુમર તેને ફેંકી દેશે. આ અગત્યનો મુદ્દો છે કે સૌથી પહેલા મારે મારી બ્રાન્ડને લાગતા વળગતા બીજાં બધાં પાસાં જેવાં કે પ્રોડક્ટ ક્વોલિટી, પ્રાઇઝિંગ, ડિસ્ટ્રિબ્યૂશન, સ્ટોર ડિસપ્લે, પેકેજિંગ વગેરે મજબૂત કરવા પડશે.
આવનારા સમયમાં આ વ્યૂહરચના વધુ અમલમાં આવશે કારણ આના થકી ના તમે કેવળ પ્રખ્યાત સેલિબ્રિટીને આપવાના પૈસા બચાવો છો પણ ક્ધઝ્યુમરની સામે એક પ્રામાણિક વ્યક્તિમત્વ તરીકે પણ આવો છો.
પરંતુ જ્યારે આવા સીઈઓ કે પ્રમોટર કોઈક
કારણસર નીકળી જાય ત્યારે શું થાય? ઉદાહરણ તરીકે, સ્ટીવ જોબ્સનું અચાનક દુનિયામાંથી જવું કે પછી
વિજય માલ્યા જેની પર્સનાલિટીના સહારે કિંગ ફિશર એરલાઈન્સ અને લિકર બિઝનેસ ચાલતો હતો અને
તેમનું કૌભાંડ કરી ચાલ્યા જવું. આવા સમયે બ્રાન્ડ
સતત નકારાત્મક પરિણામોનો સામનો કરે છે. આમ ઈઊઘ/માલિક-આધારિત બ્રાન્ડિંગ બેધારી તલવાર હોઈ શકે છે.
જો આવું થાય તો! આવા સમયે બ્રાન્ડે પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ. સૌપ્રથમ મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સીઈઓ કે પ્રમોટરની છાપને સંતુલિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તે જ સમયે ટોચના મેનેજમેન્ટ
લેવલ પર બહુવિધ બ્રાન્ડ એમ્બેસેડર ઊભા કરવા કોશિશ કરવી.
જરૂરી નથી કે બધા એડનો કે બ્રાન્ડનો ફેસ બને પણ ક્ધઝ્યુમર અને ઇન્વેસ્ટર ફોરમમાં લોકોને લાગવું જોઈએ કે બ્રાન્ડ કોઈ એક વ્યક્તિ નથી ચલાવી રહી અને જો કાલે ઊઠીને કંઈ થશે તો બીજી વ્યક્તિ કોણ છે તે તેમને ખબર હશે. આના કારણે નુકસાન ઓછું થશે.
બીજું, બ્રાન્ડિંગ કલ્ચરને કંપનીનું મુખ્ય પાસું બનાવવું. એક મજબૂત આંતરિક બ્રાન્ડ કલ્ચર વિકસાવવું જેમાં તમામ કોર્પોરેટ પ્રવૃત્તિઓ કોર બ્રાન્ડ પ્રોમિસ પર કેન્દ્રિત હોય. મજબૂત આંતરિક બ્રાન્ડ કલ્ચર કેળવવાથી કંપનીઓ તેમની બ્રાન્ડ પોઝિશનિંગ અને કોમ્યૂનિકેશન વ્યૂહરચનાઓને એવી રીતે વિકસાવવામાં સક્ષમ બનાવે છે કે જે કોઈપણ એક વ્યક્તિના વ્યક્તિત્વની ઉપર બ્રાન્ડ પ્રોમિસ, બ્રાન્ડ એસેન્સ અને બ્રાન્ડ આઇડેન્ટિટીને અસરકારક રીતે પ્રકાશિત કરે.
ત્રીજું અને સૌથી મહત્ત્વનું, જયારે લાગે કે ક્ધઝ્યુમરે બ્રાન્ડને અપનાવી લીધી છે, રિપીટ પરચેઝ પણ થઇ રહ્યું છે, લોકોનો વિશ્ર્વાસ પણ જીતી લીધો છે ત્યારે ધીરે ધીરે લીડ ફેસ અર્થાત્ પ્રમોટર કે સીઈઓનો કોમ્યૂનિકેશનમાં ઉપયોગ ઓછો કરતો જવો અને બ્રાન્ડના વિવિધ પાસાઓને વધુ હાઈલાઈટ કરવા. આમ કરવાથી બ્રાન્ડ રિકોલ વધશે અને વ્યક્તિને લઈને આવનારા પ્રશ્ર્નો આવશે જ નહિ.
આમ, પ્રમોટર કે સીઈઓ જયારે બ્રાન્ડને પ્રમોટ કરે છે ત્યારે ધ્યાનમાં લેવું જરૂરી છે કે તે બ્રાન્ડને ઓવર પાવર ના કરે. વધુ પડતું તેનું એક્સપોઝર બ્રાન્ડને નુકસાન પણ કરી શકે છે.
તેની ઉપયોગીતા કે જરૂરત ફક્ત પ્રમોશન પૂરતી હોવી જોઈયે, ઓથેન્ટિસિટી માટે હોવી જોઈએ જયારે બ્રાન્ડ હંમેશાં હીરો તરીકે પ્રોજેક્ટ થવી જોઈએ. તમારા કોમ્યૂનિકેશનમાં બ્રાન્ડ પોઝિશનિંગ અને આઇડિયા અસરકારક અને હંમેશાં મધ્યમાં હોવા જોઈયે.
અંતમાં, ખ્યાતિ મળતા તમારું ફોકસ બદલાવું ના જોઈએ. તમે સેલિબ્રિટી બનવા નથી આવ્યા પણ વેપાર કરવા આવ્યા છો અને તેના માટે તમારો ઉપયોગ થયો છે. આથી તમારી જરૂરત બ્રાન્ડની સેલ્ફ ઇમેજ પ્રસ્થાપિત કરવા માટે છે અને જો આ વ્યૂહરચનાને વ્યવસ્થિત રીતે પ્લાન કરશો તો તે બ્રાન્ડ પોતાની સફળતાને સારી રીતે સેલિબ્રેટ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular