(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રસ્તા તથા નાળા પહોળા કરવા તથા બ્રિમસ્ટોવર્ડ પ્રોેજેક્ટને અમલમાં મૂકવાને કારણે થનારા અસરગ્રસ્તો માટે ઘર બાંધવા માટે બહાર પાડેલાં ટેન્ડરને નબળો પ્રતિસાદ મળ્યો છે. ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યાં બાદ પણ ડેવલપર આગળ નથી આવ્યા.
મુંબઈમાં લગભગ ૩૫ હજાર પ્રોજેક્ટ અફેક્ટેડ ઘરની આવશ્યકતા છે. તે માટે પાલિકા મુંબઈના છ ઝોનમાં ઘર બાંધવાનો પ્રોજેક્ટ ધરવા માગતી હતી, તે માટે તેણે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી હતી. જોકે ટીડીઆરનો દર ઓછો હોવાથી કોઈ ડેવલપર આગળ આવી રહ્યો નથી. તેથી અસરગ્રસ્તોને હજી થોડાં વર્ષ પોતાના ઘર માટે રાહ જોવી પડવાની છે.
પાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવતા જુદા જુદા પ્રોજેક્ટ દરમિયાન અસરગ્રસ્તો માટે છ ઝોનમાં ઘર બાંધવાની છે. જોકે ડેવલપરો આગળ નથી આવી રહ્યા. તેથી હવે ચોથી વખત ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી હતી. તેમાંથી એક-બે ઝોનમાં ડેવલપરો આગળ આવ્યા છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ શહેર અને ઉપનગરમાં મળીને ૩૦૦ ચોરસ ફૂટના કુલ ૧૩,૮૭૧ હજાર ઘર (પીએપી) બાંધવામાં આવવાના છે. અધિકારીના કહેવા મુજબ મુંબઈમાં જગ્યા મળતી ન હોવાથી ટીડીઆરનો દર ઓછો થવાથી ઘર બાંધવા માટે કાઢવામાં આવતાં ટેન્ડરોનેે ડેવલપરો પ્રતિસાદ આપતા નથી. તેથી અસરગ્રસ્તોને અન્ય સ્થળે ઘર લેવું હશે તો રેડિરેકનર અનુસાર રોકડા પૈસા આપી દેવામાં આવશે.