તમે પણ તમારા બાળકોને લગાવો છો જોનસન બેબી પાઉડર તો આજે જ બંધ કરી દેજો! મહારાષ્ટ્રમાં ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસન ભારતયી માર્કેટમાં ખૂબ જ લોક પ્રિય છે. મોટા ભાગના ઘરોમાં નાના બાળકો માટે આ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ કંપનીને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર FDA (ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન) વિભાગ દ્વારા જોનસન બેબી પાઉડરનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. જોનસનના બેબી પાઉડરના નમૂનાઓ મુલુંડ, મુંબઈ, પુણે અને નાસિકથી લેવામાં આવ્યા હતા, જે ટેસ્ટિંગમાં ફેલ થયા છે. FDAએ જણાવ્યું હતું કે, જોનસન બેબી પાઉડરનો ઉપયોગ નવજાત શિશુઓની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત કંપનીને પોતાનો સ્ટોક પાછો લેવા પણ જણાવવામાં આવ્યું છે. સંબંધિત કલમ હેઠળ આ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.
કંપનીએ એક નિવેદન આપી જણાવ્યું હતું કે જોનસન એન્ડ જોનસન વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતોના વૈજ્ઞાનિક વિશ્લેષણ પાછળ મજબૂત રીતે ઊભી છે. કંપનીએ વધુ જણાવ્યું હતું કે બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ નથી અને આનાથી કેન્સર થતું નથી. આ પહેલીવાર નથી કે જોનસનના બેબી પાઉડરના ઉપયોગથી કેન્સર થવાના આરોપો સામે આવ્યા હોય. કંપનીએ આ આરોપ સામે લાંબી કાનૂની લડાઈ પણ લડી છે. એને કારણે કંપનીની ડિમાન્ડમાં પણ ઘટાડો થયો છે.
જોનસન બેબી પાઉડર બનાવનાર કંપની જોનસન એન્ડ જોનસન પ્રાઈવેટ લિમિટેડને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશ(FDA)ને જોનસન બેબી પાઉડરનું લાઈસન્સ રદ કર્યું છે. FDAએ મુંબઈ અને મુલુંડમાં જોનસન બેબી પાઉડરનું મેન્યુફેક્ચરિંગ લાઈસન્સ રદ કર્યું છે. કંપની હવે મહારાષ્ટ્રમાં પાઉડરનું મેન્યુફેક્ચર અને વેચાણ નહીં કરી શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.