બિકીનીમાં બીચ પર રોમાન્સ કરતી નજરે જડી પ્રિયંકા

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડ અને હોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અવારનવાર ચર્ચાનું કારણ બનતી હોય છે. પ્રિયંકા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રસપ્રદ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તે પતિ નિક જોનસ સાથે હાલમાં વેકેશન માણી રહી છે. તેની તસવીરો પણ પ્રિયંકાએ શેક કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. પ્રિયંકા પતિ સાથે વેસ્ટ ઇન્ડિઝના કેરેબિયન ટાપુ પર ફરવા ગઈ છે. બીચ પર પ્રિયંકા ચોપરા બ્લેક બિકીનીમાં જોવા મળી હતી. એક તસવીરમાં તેણે પતિને કિસ કરી હતી.
પ્રિયંકાએ લંડનમાં વેબ સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિરીઝ પહેલાં પ્રિયંકાએ ‘ટેકસ્ટ ફોર યૂ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રિયંકા છેલ્લે બોલિવૂડ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળી હતી. પ્રિયંકાએ આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે ફિલ્મ ‘જી લે ઝરા’ સાઇન કરી હતી. જોકે, આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થતાં હવે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.