પ્રિયંકાએ દીકરી સાથે સેલિબ્રેટ કર્યો પહેલો બર્થ ડે, viral થઈ રહી છે ક્યૂટ તસવીર

ફિલ્મી ફંડા

હોલીવૂડ અને બોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના પરિવાર અને ખાસ મિત્રો સાથે 40મો જન્મદિન ઉજવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે તેણે પુત્રી માલતી મેરી સાથે પહેલો જન્મદિન ઉજવ્યો હોવાથી આ બર્થ ડે તેની માટે અત્યંત સ્પેશિયલ હતો.
પ્રિયંકાની બર્થડે પાર્ટીમાં તેની માતા મધુ ચોપરા, નિક જોનસ, તેના માતા-પિતા, તમન્નાહ દત્તા, નતાશા પૂનાવાલા સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. પ્રિયંકાના જન્મદિવસની ઉજવણીની તસવીરો સામે આવી છે. જેમાં પ્રિયંકા દીકરી માલતીને ખોળામાં લઈને જોવા મળી રહી છે.
પ્રિયંકાની ફ્રેન્ડ તમન્નાએ માલતી અને પ્રિયંકા સાથેની તસવીર શેર કરી છે. જેમાં તેણે માલતીના ચહેરા પર હાર્ટ ઈમોજી લગાવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.