Homeઆપણું ગુજરાતપ્રિયંકાએ મોરબી દુર્ઘટના પર સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું.

પ્રિયંકાએ મોરબી દુર્ઘટના પર સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું.

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં જ ભારત પરત ફરી છે. કોરોના મહામારીના કારણે ત્રણ વર્ષ બાદ દેશમાં પરત ફરેલી પ્રિયંકા ચર્ચામાં છે. અભિનેત્રી તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને ક્ષણે ક્ષણની માહિતી આપી રહી છે. હાલમાં અભિનેત્રીની એક પોસ્ટ સૌનું ધ્યાન ખેંચી રહી છે. પ્રિયંકાની આ પોસ્ટ ગુજરાતના મોરબીના ઝૂલતા પુલના અકસ્માતને લગતી છે.
પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો.

પ્રિયંકાએ શોક વ્યક્ત કરતા લખ્યું, “ખૂબ જ ભયાનક ઘટના… ગુજરાતમાં પુલ તૂટી પડવાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. હું આ ઘટનાને કારણે ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની અને જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ માટે પ્રાર્થના કરું છું.”
ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે એટલે કે 30 ઓક્ટોબરના રોજ, મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી જવાને કારણે આ દર્દનાક અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા હતા.

પ્રિયંકા ચોપરા પ્રોફેશનલ કામના કારણે ત્રણ વર્ષ બાદ ભારત પરત આવી છે. અગાઉ અભિનેત્રી વર્ષ 2019માં મુંબઈ આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પીસી છેલ્લે બોલીવૂડમાં ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં જ કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળી શકે છે.

RELATED ARTICLES

Most Popular