બિહારની યુવતીએ મનુસ્મૃતિને ચૂલામાં સળગાવી રાંધ્યું ચિકન, પછી સળગાવી સિગારેટ

175

બિહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી મનુસ્મૃતિને આગ લગાડતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. ટ્વીટર કેટલાક લોકો આ યુવતીનાના સમર્થનમાં ટિપ્પણી કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ વીડિયોમાં દેખાતી યુવતીએ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીના મોમાં સિગારેટ છે અને ત્યારબાદ તે ચૂલામાંથી મનુસ્મૃતિનું સળગતું પુસ્તકને ઉપાડે છે અને સિગારેટ સળગાવે છે અને મનુસ્મૃતિનું પુસ્તક ફરી ચૂલામાં મૂકી દે છે. ત્યાર બાદ તવા પર ચીકન રાંધે છે.

શુભમ શર્મા નામના યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી હતી કે, “બિહારની પ્રિયા દાસે મનુસ્મૃતિ સળગાવીને ચિકન રાંધ્યું અને પછી મનુસ્મૃતિ સળગાવી સિગારેટ સળગાવી. આંબેડકરવાદીઓ ખુલ્લેઆમ હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથને બદનામ કરી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. આ હિંદુઓના મોઢા પર થપ્પડ છે. કોઈ મીડિયા તેને બતાવશે નહીં.”

“>

વિડીયોમાં દેખાતી યુવતી પ્રિયા દાસ કહે છે, “મનુસ્મૃતિને બાળવી એ માત્ર પ્રતિકાત્મક છે, તેનો પાયો અને હેતુ ઘણા સમય પહેલા બાબાસાહેબે નાખ્યો હતો, તેને સળગાવવાનો હેતુ કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ નથી પરંતુ મારો હેતુ નીચ, પાખંડવાદ અને ઢોંગી વિચારો પર પ્રહાર કરવાનો છે.”
પ્રિયા દાસે વધુમાં કહ્યું કે આ પુસ્તક બિલકુલ યોગ્ય નથી, પુસ્તકનો અર્થ એ છે કે તેમાંથી શિક્ષણ મેળવવું, જ્ઞાન મેળવવું છે. ત્યારે આ એક એવું પુસ્તક છે જે લોકોને ઉંચા-નીચ, ભેદભાવ અને એકબીજા વચ્ચે વહેંચવાનું કામ કરે છે. આ પુસ્તકનો વિરોધ થવો જ જોઈએ, આ માત્ર એક જ પુસ્તક છે, તેનું અસ્તિત્વ નષ્ટ કરવું પડશે.”

“>

ત્યારે ઘણા યુઝર્સે પ્રિયાને સમર્થન આપતા લખ્યું કે, ” પ્રિયા દાસ આંબેડકરવાદી છે એ ધમકીઓ ડરશે નહિ પ્રિયા દાસને સંપૂર્ણ સમર્થન”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!