શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હવે ભારતીય ટીમમાં પરિવર્તનનો સમયગાળો ચાલી રહ્યો છે અને યુવા ખેલાડીઓને તક મળી રહી છે, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમની અવગણ કરવામાં આવી છે.પૃથવી શૉને પણ ODI કે T20 સિરીઝમાં તક મળી નથી, ત્યાર બાદ તેણે ઈન્સ્ટાગ્રામ તેની નારાજગી વ્યક્ત કરી હતી.
મંગળવારે મોડી રાતના ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદ પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક વાતો શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કોઈને તે વ્યક્તિ મફતમાં મળી હતી, જે હું દરેક કિંમતે ઈચ્છતો હતો. એટલું જ નહીં, તેની નારાજગી એટલી જોવા મળે છે કે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પ્રોફાઈલ ફોટો પણ હટાવી દીધો છે. એના સિવાય પૃથ્વી શૉએ બીજી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં પોતાની જાતને મોટિવેટ કરતા લખ્યું હતું કે જો કોઈ હસતું હોય તો તેનો અર્થ એ હોતો નથી કે જિંદગીમાં બધું સારું ચાલી રહ્યું છે. સમસ્યા પણ ઓટોમેટિક હોય છે. પૃથ્વી શોની નારાજગી વ્યક્ત કરતી ઈન્સ્ટાગ્રામની પોસ્ટ પર લોકોએ જોઈને કહ્યું હતું કે વાસ્તવમાં પૃથ્વી સાથે અન્યાય થયો છે, જ્યારે કેટલાક લોકોએ તેને આશ્વાસન પણ આપ્યું હતું.