વિરાટ, સચિન અને ગાવસ્કર ના કરી શક્યા એ પૃથ્વીએ કરી બતાવ્યું
Mumbai Vs Assam Ranji: ભારતીય ટીમના નવોદિત સ્ટાર બેટસમેન પૃથ્વી શૉએ છેલ્લા કેટલાય સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. તાજેતરમાં રણજી ટ્રોફીની મેચમાં 379 રન કરીને પસંદગીકારોની બોલતી બંધ કરી દીધી છે. અલબત્ત, જે કામ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર કરી શક્યા નથી પૃથ્વીએ શૉએ કમાલ કરી બતાવી છે.
ગુવાહાટીના અમિનગાવ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મુંબઇ અને આસામ વચ્ચેની ટેસ્ટ મેચમાં આસામે ટોસ જીતીને બોલિંગ લીધી હતી, જેમાં પહેલા દિવસે જ મેચમાં મુંબઈએ પ્રભુત્વ જમાવતા પૃથ્વી શોએ કમાલની બેટિંગ કરી હતી, જેમાં પૃથ્વી શૉએ ત્રણ સદી એટલે 379 રન ફટકારીને ટેસ્ટ મેચના રનનો નવો ઈતિહાસ રચ્યો હતો.
મુંબઈ અને ટીમ ઈન્ડિયાના ઓપનર પૃથ્વી શૉ રણજી ટ્રોફી ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. 383 બોલમાં પૃથ્વીએ 379 રન બનાવ્યા હતા, જેમાં 49 ચોગ્ગા અને ચાર છગ્ગા માર્યા હતા, પરંતુ કમનસીબીએ હતી કે તે 400 રન બનાવવાનું ચૂક્યો હતો. અલબત્ત, પૃથ્વી શૉએ આસામ સામેની રણજી ટ્રોફી મેચના બીજા દિવસે 379 રન બનાવીને સંજય માંજરેકરના 377ના સ્કોરને પાછળ છોડી દીધો હતો. રણજી ટ્રોફીમાં સૌથી વધારે સ્કોર બનાવવાનો રેકોર્ડ બીબી નિમ્બાલકર(નિમ્બાલકરે 1948-49ની સિઝનમાં મહારાષ્ટ્ર માટે સૌરાષ્ટ્ર સામે અણનમ 443 રન બનાવ્યા હતા.)ના નામે છે. 23 વર્ષના પૃથ્વી શૉએ સુનીલ ગાવસ્કર અને ચેતેશ્વર પુજારાને પણ પાછળ રાખ્યા છે. રણજી ટ્રોફીમાં ગાવસ્કરે સૌથી વધુ 340 રન કર્યા હતા, જ્યારે પુજારાએ 2012માં કર્ણાટકની સામે 352 રન કર્યા હતા.
ભારતીય ટીમને ફેબ્રુઆરી-માર્ચમાં ડોમેસ્ટિક સ્તરે ઓસ્ટ્રેલિયાની સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે, ત્યારે આજની શાનદાર ઈનિંગ રમીને પૃથ્વી શૉએ પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે, જેથી કદાચ પૃથ્વીને ટેસ્ટ મેચમાં સ્થાન મળી શકે છે. ટીમ ઈન્ડિયા વતીથી પાંચ ટેસ્ટ મેચમાં 339 રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે.