નાશિકની સેન્ટ્રલ જેલમાં 10-12 કેદીઓએ મળીને પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કર્મચારી ગંભીર રીતે ઝખમી થયો હોવાનું જાણવા મળ્યું છે. કેદીઓ દ્નારા કરવામાં આવેલા હુમલાને કારણે જેલ કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે અને કર્મચારીઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કેટલાક દિવસો પહેલા આ કેદીઓને પુણેની યેરવડા જેલથી નાશિક જેલમાં લાવવામાં આવ્યા હતાં ત્યારે આજે એટલે કે ગુરુવારે આ હુમલો થયો હતો. ઝખમી કર્મચારીની સારવાર ચાલી રહી છે.

Google search engine