બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરીના સંસ્મરણોનું પુસ્તક ‘સ્પેર’ હોટ કેકની જેમ વેચાઈ રહ્યું છે, ત્યારે તેનો ફાયદો લેવા માટે એક્ટ્રેસ નિકોલા મેકલીન મેદાનમાં આવી છે. નિકોલા એક હોટ મોડલ છે તેનો દાવો છે કે 2015માં તે પ્રિન્સ હારીને એક પાર્ટીમાં મળી હતી અને બંનેએ ઘણો દારૂ પીધો હતો ત્યાર પછી તેઓ બંને ઝાડીઓમાં આખી રાત સાથે રહ્યા હતા નિકોલાએ એમ કહેવાનો પ્રયાસ કર્યો છે કે તેને પ્રિન્સ હરી સાથે સંબંધ બાંધેલા અને સાથે સાથે તેણે એવો કટાક્ષ પણ કર્યો છે કે હેરી પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ વાતનો ઉલ્લેખ કરવાનો ભૂલી ગયો છે.
નોંધનીય છે કે નિકોલા આઈ એમ સેલિબ્રિટીની સ્ટાર છે. જોકે, પેજ-થ્રી પરની માદક તસવીરો માટે વધારે જાણીતી છે. નિકોલા એ વખતે ફૂટબોલ સ્ટાર ટોમ વિલિયમ્સનને પરણેલી હતી. નિકોલાએ જણાવ્યું હતું કે, ‘હેરી મેગનને મળ્યો તે પહેલાં તે તેને મળી હતી. તે (હેરી) ખરેખર એક સરસ વ્યક્તિ હતો. ઝાડીઓમાં રાત વિતાવ્યા બાદ સવારે જ્યારે તે જાગી ત્યારે મને તે સપના સમાન લાગ્યું હતું. ઝાડીમાં હોવાથી મારો ડ્રેસ ગંદો થઇ ગયો હતો. હું મારા પતિ ટોમથી આ વાત છુપાવી શકુ તેમ નહોતી. એ ચોક્કસ મારો શ્રેષ્ઠ સમય નહોતો, પણ પ્રિન્સ હેરી સાથે કોણ સમય ગાળવા નહીં માગે?’
પ્રિન્સ હેરીએ તાજેતરમાં જ તેમની આત્મકથા, ‘સ્પેર’ સાથે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી.. આ પુસ્તકમાં સેક્સ અને ડ્રગ્સની વાતો સહિત અનેક ઘટસ્ફોટનો સમાવેશ થાય છે.