(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દરેક ઘર, દરેક ઑફિસ, દરેક ઈમારત પર તિરંગો લહેરાઈ રહ્યો છે.
ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ પણ ગાંધીનગરસ્થિત પોતાના ઘરમાં તિરંગો લહેરાવ્યો હતો. ૧૦૦ વર્ષની વય વટાવી ચૂકેલાં હીરાબાએ દેશભક્તિની અનોખી ઉજવણીની મિશાલ રજૂ કરી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હીરાબા પણ સામેલ થયાં હતાં.
મળતી માહિતી મુજબ ગાંધીનગરના રાયસણમાં શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હીરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડાના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હીરાબા સાથે તિરંગો લહેરાવતાં બાળકો પણ ગેલમાં આવી ગયાં હતાં.

Google search engine