મુંબઈ મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાશે પ્રોજેક્ટની લહાણી
સ્વાગતમ..: વડા પ્રધાન મુંબઈને કરોડોના પ્રોજેક્ટ આપવાના છે ત્યારે તેમના સ્વાગત માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લગાવવામાં આવેલા નરેન્દ્ર મોદી અને સ્વ. બાળ ઠાકરેના વિશાળ કટઆઉટ્સ. (જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈ આવી રહ્યા છે અને શહેરને પાંચ મોટા પ્રોજેક્ટની ભેટ આપશે. આમાં એક મેટ્રોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે અને રેલવેના એક પ્રોજેક્ટનું ભૂમિપુજન કરવામાં આવશે. મુંબઈગરાના આરોગ્ય માટે અત્યંત મહત્ત્વના હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાના ૨૦ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે ગંદાપાણી પર પ્રક્રિયા કરીને શુદ્ધ પાણી આપનારા સાત પ્રોજેક્ટ અને રૂ. ૩૯૭ કરોડના કૉંક્રીટીકરણના કામનો પ્રારંભ કરવામાં આવશે. જે રીતે મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં કામનો ધડાકો કરી રહ્યા છે તેને આગામી મુંબઈ મનપાની ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. ઉ