માતા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આજે વહેલી સવારે ૬.30 વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધીનગરના રાયસણમાં આવેલા માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે માતા હીરાબાનાં ચરણ ધોઈ પાણી માથે ચડાવ્યું હતું. વડાપ્રધાન મોદી માતાને ભેટ તરીકે શાલ અર્પણ કરી હતી. તેમણે માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. હીરાબાના આશીર્વાદ લઈને હાલ વડાપ્રધાન માં કાળીના ધામ પાવાગઢ પહોંચી ગયાં છે.
હીરાબાના ૧૦૦માં જન્મ દિવસ નિમિતે જગન્નાથ મંદિરમાં આજે ભંડારો કરવામાં આવશે. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને હીરાબાનાં પરિવારજનો માટે ભંડારો યોજવામાં આવશે, જેમાં દાળ, ભાત, પૂરી, માલપુઆવા પીરસવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. પરિવારને ભગવાન જગન્નાથ પ્રત્યે આસ્થા તેમજ શ્રદ્ધા જોડાયેલી છે, જેથી તેમના ઉપલક્ષમાં પૂજા, અર્ચન, દર્શન અને પ્રસાદનું આયોજન છે, જેમાં તેમનાં પરિવારજનો અને તેમના આમંત્રિતો પધારશે.
मां, ये सिर्फ एक शब्द नहीं है, जीवन की वो भावना है, जिसमें स्नेह, धैर्य, विश्वास, कितना कुछ समाया है।
मेरी मां, हीराबा आज 18 जून को अपने सौवें वर्ष में प्रवेश कर रही हैं, उनका जन्म शताब्दी वर्ष प्रारंभ हो रहा है। मैं अपनी खुशी और सौभाग्य साझा कर रहा हूं। https://t.co/4YHk1a59RD
— Narendra Modi (@narendramodi) June 18, 2022
“>
વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.