Homeદેશ વિદેશઅડવાણીના ૯૫મા જન્મદિને વડા પ્રધાને આપી શુભેચ્છા

અડવાણીના ૯૫મા જન્મદિને વડા પ્રધાને આપી શુભેચ્છા

નવી દિલ્હી: ભારતીય જનતા પક્ષના ઘડતર અને ઉત્કર્ષ માટેનું સૌથી મોટું રાષ્ટ્રીય પરિબળ લેખાતા લાલકૃષ્ણ અડવાણીને તેમના ૯૫મા જન્મદિન નિમિત્તે વડા પ્રધાન સહિત પક્ષના નેતાઓએ મંગળવારે શુભેચ્છા આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શુભેચ્છા આપવા અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
અડવાણીની મુલાકાત લીધા બાદ મોદીએ ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં અડવાણીનું યોગદાન ચિરસ્મરણીય છે. દીર્ઘદૃષ્ટિ અને સમજશક્તિ માટે અડવાણી દેશભરમાં આદરને પાત્ર છે.
ભાજપના નિર્માણ અને ઘડતરમાં અડવાણીની ભૂમિકા અસાધારણ છે એમ જણાવી મોદીએ કહ્યું હતું કે હું તેમના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરુું છું.
રાજનાથસિંહે કહ્યું હતું કે દેશ, સમાજ અને પક્ષ માટે અડવાણીએ અમૂલ્ય અને અસાધારણ યોગદાન આપ્યું છે અને દેશના શ્રેષ્ઠ મહાનુભવોમાં તેમની ગણતરી થાય છે.
અમિત શાહે પણ અડવાણીને દીર્ઘ આયુષ્ય અને સારા આરોગ્ય માટે શુભેચ્છા આપી હતી. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ અડવાણીને પ્રેરણાસ્રોત લેખાવ્યા હતા. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular