મોદીનું મિશન સ્વચ્છતા! દિલ્હીના પ્રગતિ મેદાન ટનલનું ઉદ્ઘાટન કર્યું, ટનલમાં પ્લાસ્ટિકની બોટલ જોતા પોતે જ કચરાપેટીમાં નાંખી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ સહિત પાંચ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના ટનલને કારણે હવે 30 મિનિટનો પ્રવાસ ફક્ત પાંચ મિનિટમાં પૂરો થશે. ટનલના ઉદ્ઘાટન પહેલા ટનલમાંથી આવતી વખતે તેમણે પ્લાસ્ટિકની બોટલ પડેલી જોઈ હતી અને તેમણે જાતે જ ઉપાડીને કચરાપેટીમાં નાંખી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દરમિયાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઓછા સમયમાં આ કોરિડોર તૈયાર કરવો લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. જે રસ્તાની આસપાસ આ કોરિડોરને બનાવવામાં આવ્યો છે તે દિલ્હીના સૌથી વ્યસ્ત રસ્તાઓ છે. બધુ મુશ્કેલીઓ વચ્ચે કોરોના મહામારી આવી. પણ આ નવું ભારત છે. નવા સંકલ્પો લે છે અને તેને પૂરા કરવાની તાકાત પણ રાખે છે. આજે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જ સુંદર ભેટ મળી છે. દેશની રાજધાનીમાં વિશ્વ કક્ષાના કાર્યક્રમો ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓ, પ્રદર્શન હોલ હોય, આ માટે ભારત સરકાર સતત કામ કરી રહી છે.

આ ટનલ ખુલતાની સાથે જ મેરઠ એક્સપ્રેસ વે થઈને ઈન્ડિયા ગેટ જવાનો લોકોનો રસ્તો સરળ થઈ જશે. છ લેનની બનેલી આ પ્રગતિ મેદાન ટનલ ખુલવાથી રીંગ રોડ અને ઈન્ડિયા ગેટની અવરજવર સિગ્નલ ફ્રી થઈ જશે. મુસાફરીનો આ ભાગ ત્રીસ મિનિટના બદલે પાંચ મિનિટમાં જ પૂરો થશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.