ગુજરાતમાં ચૂંટણીના પ્રચારના બીજા તબક્કા માટે નેતાઓ પોતાની પાર્ટીને જીત અપાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શમવાનું નામ લઈ રહ્યો નથી. શુક્રવારે પીએમ મોદીએ પાટણની રેલી દરમિયાન કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે હવે બે જ કામ છે. ઈવીએમ મશિનમાં ખામી કાઢવાનું અને મોદીને ગાળો આપવાનું! કોંગ્રેસ કહેતી હતી કે ગરીબી હટાઓ, પરંતુ ગરીબી અમે દૂર કરી. કોંગ્રેસ દેશમાં શૌચાલય બનાવી શકી નહીં. અમારી સરકારે ગરીબો માટે બેંકમાં ખાતા ખોલાવી દીધા. અમે લોકો ગરીબોની ચિંતા કરીએ છીએ. કોરોના સમયે પણ અમે કરેલા કામની નોંધ લેવામાં આવી છે. કોંગ્રેસ ભલે હુમલાઓ કરે છે, પરંતુ એ ગુજરાતના અપમાન સમયાન છે. આ લોકો ગુજરાતના લોકોથી નફરત કરે છે.
પાટણની રેલીમાં PM મોદીએકહ્યું, કોંગ્રેસ પાસે છે ફક્ત બે કામ
RELATED ARTICLES