Homeટોપ ન્યૂઝવડા પ્રધાન મોદી પ્રચાર માટે આવશે ગુજરાત

વડા પ્રધાન મોદી પ્રચાર માટે આવશે ગુજરાત

ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પડ઼ઘમ વાગી રહ્યા છે. દરેક પક્ષ જીતવા માટે પુષ્કળ મહેનત કરી રહ્યો છે. ઠેર ઠેર રાજકીય નેતાઓની જનસભાઓ યોજાઇ રહી છે. હવે રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ વડા પ્રધાન મોદી પણ 19 નવેમ્બરથી ગુજરાતમાં વિધિવત ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે અને સભાઓ ગજવશે તથા રોડ શો કરશે. તેઓ 19, 20 અને 21 નવેમ્બર એમ ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે.

ગુજરાતમાં તેમના ત્રણ દિવસના રોકાણ દરમિયાન મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેમના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરશે . પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી 19 અને 21 નવેમ્બરની વચ્ચે ગુજરાતમાં કેમ્પ કરશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આઠ રેલીને સંબોધન કરશે તેમની રેલીમાં બંને પ્રદેશોના લગભગ 30 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવાશે.

19મી નવેમ્બરે પીએમ મોદી વલસાડ આવી પહોંચશે. અહીં તેમનો અત્યંત વ્યસ્ત કાર્યક્રમ છે. તેઓ દમણ એરપોર્ટથી વાપી સુધીનો રોડ શો કરશે અને વલસાડમાં જનસભાને સંબોધન કરશે, જેમાં વલસાડ, ધરમપુર અને પાલડીના લોકોન ઉપસ્થિત રહેશે. વલસાડના સર્કીટ હાઉસમાં તેમનું રાત્રિ રોકાણ રહેશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો BJP તરફી મતદાન કરે તે માટેના તેઓ પ્રયાસો કરાશે. 20મી નવેમ્બરે સવારે વડા પ્રધાન સોમનાથમાં પૂજા કરશે. ત્યારબાદ વેરાવળ, ધોરાજી, બોટાદ અને અમરેલીમાં યોજાયેલી જાહેર સભાઓને સંબોધન કરશે. ૨૧મી નવેમ્બરે સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં મોદીની જનસભા યોજાશે.

વડા પ્રધાનના આ કાર્યક્રમને લઇને ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular