વડાપ્રધાન ગુજરાત પહોંચ્યા, મહાત્મા મંદિરથી ડિજિટલ ઇન્ડિયા વીકનો શુભારંભ કરાવશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ (Digital India Week 2022)નો શુભારંભ કરાવવા આજે બપોરે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devrath) અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર (Gandhinagar) ખાતે રાજભવન પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ મહાત્મા મંદિર પહોંચશે. ત્યાં તેઓ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો દેશવ્યાપી શુભારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહેશે.

‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ અંતર્ગત તારીખ ૪ થી 6ઠ્ઠી જુલાઈ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે.

તા. ૭થી ૯ જુલાઈ દરમિયાન ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સની ચર્ચા વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરાશે.

આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.