વડા પ્રધાન મોદી, અમિત શાહે બદલ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટનો ડીપી, આ છે કારણ.

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીને તિરંગાની તસવીર લગાવી છે. મંગળવારે સવારે આ ટોચના નેતાઓએ તેમના ડીપીમાં તિરંગાની તસવીર મુક્યા પછી અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઇ રહ્યું છે. એમણે લોકોને 2 ઑગસ્ટથી લઇને 15 ઑગસ્ટ સુધી સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ ફોટામાં તિરંગો લગાવવાનો અનુરોધ કર્યો હતો.


મોદીએ મંગળવારે સવારે ટ્વિટ કર્યું હતું કે 2 ઑગસ્ટનોઆજનો દિવસ ખાસ છે. આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, એવામાં આપણો દેશ તિરંગાનું સન્માન કરવાના સામુહિક અભિયાન અંતર્ગત હર ઘર તિરંગા માટે તૈયાર છે. હું ઈચ્છું છું કે તિરંગામાંથી શક્તિ અને પ્રેરણા લઈને આપણે રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતા રહીએ. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી (ડિસ્પ્લે ફોટો) બદલી કાઢ્યો છે અને હું તમને બધાને પણ એમ કરવા આગ્રહ કરું છું. મોદીજીએ દેશને તિરંગો આપનારા પિંગલી વેંકૈયાના યોગદાનને પણ યાદ કર્યું હતું.
નોંધનીય છે કે 2 ઑગસ્ટ, 1876માં જન્મેલા સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકૈયા ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા.

અમિત શાહે તેમના તમામ સોશિયલ મીડિયા પેજના ડીપીમાં તિરંગો મૂક્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે સ્વતંત્રતાના અમૃત ઉત્સવને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદીની અપીલ પર, આજે તેમણે તેમના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફોટા પર તિરંગો મૂક્યો છે. ‘રાષ્ટ્રધ્વજ પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવવા માટે હું દરેકને અપીલ કરું છું કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી પર ત્રિરંગો લગાવે,’ એમ તેમણે લોકોને અપીલ કરી હતી.
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર તિરંગો મૂક્યો હતો અને પિંગલી વેંકૈયાને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.