Homeદેશ વિદેશShocking! ટીચરે સજાએ વિદ્યાર્થિનીનો લીધો ભોગ

Shocking! ટીચરે સજાએ વિદ્યાર્થિનીનો લીધો ભોગ

કર્ણાટકના બેંગ્લોરની એક સ્કૂલમાં શિક્ષકે પ્રાઈમરી ક્લાસના વિદ્યાર્થીઓને ઊભા રહેવાની સજા આપી તે દરમિયાન એક બાળકીને ચક્કર આવતાં ત્યાં જ પડી ગઈ હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટના ગંગમ્માગુડી વિસ્તારની છે.
નિશિતા નામની વિદ્યાર્થિની પ્રાઈવેટ સ્કૂલમાં ભણતી હતી. શુક્રવારે શિક્ષકે બધા જ વિદ્યાર્થીઓને ઊભા રહીને ભણવાની સજા આપી હતી. દરમિયાન નિશિતાને અચાનક ચક્કર આવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષકો સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન મળ્યા નથી.

RELATED ARTICLES

Most Popular