રાજસ્થાનના ભરતપુરમાં પુજારીને મારી નાંખવાની મળી ધમકી! પત્રમાં લખ્યું હતું કે, મંદિર છોડ નહીં તો તારા હાલ કનૈયાકાલ જેવા કરીશું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાનના ભરતપુરમાં એમએસજે કોલેજના હનુમાન મંદિરમાં પુજારીને 10 દિવસની અંદર મારી નાંખવાની ધમકી પત્રના માધ્યમથી આપવામાં આવી હોવાની આંચકાદાયક માહિતી સામે આવી છે. પોલીસને આ વાતની જાણ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યા પત્રમાં લખ્યું હતું કે પુજારી, 10 દિવસની અંદર તારુ માથુ ધડથી અલગ થશે. જો જીવવા માંગે છે તો મંદિર છોડી દે. નહીં તો ઉદયપુરમાં જે હાલ કનૈયાલાલનો થયો એવી જ તારી દશા થશે.

આ ઘટનાને લઈને અખિલ ભારતીય પરિષદના કાર્યકર્તાઓએ એમએસજે કોલેજના ગેટ પર તાળાબંધી કરીને પ્રદર્શન કર્યું હતું અને પુજારીને ધમકીભર્યો પત્ર લખનારા બદમાશની ધરપકડની માંગ કરી છે. કહેવાઈ રહ્યું છે કે આ ઘટના સવારે પાંચ વાગ્યાની છે. જ્યારે મંદિરમાં પુજારી તારાચંદ શર્મા પૂજા અર્ચના કર્યા બાદ મંદિરમાં બેઠા હતાં ત્યારે તેમને ત્યાં એક પત્ર મળ્યો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.