ફોકસ -હેતલ શાહ
ભારત સહિત બધા દેશોમાં આવક બાબતે જેન્ડર પે ગેપ રહે છે. ીઓની તુલનામાં પુરુષો વધારે કમાય છે. ફક્ત મજૂરી એટલે કે લેબર ઇન્કમની વાત કરીએ તો ભારતીય પુરુષોની આવક બ્યાંશી ટકા વધુ છે, ી લેબરર્સની સરખામણીમાં. જેન્ડર પે ગેપ ઓછો થાય તેના બહુ પ્રયત્નો કરવામાં આવે છે પણ એ મંઝિલ દૂર છે. પુરુષ અને ીને મળતા મહેનતાણા સરખા થાય ત્યારે, તેની પહેલા એક બીજો પ્રશ્ન મોટો થઇ રહ્યો છે. પ્રશ્ર્ન સામાજિક છે. પ્રશ્ર્ન પુરુષોને લગતો છે. અર્બન-શહેરી વિસ્તારના ઘણા પુરુષો અત્યારે આ પ્રશ્ર્નનો સામનો કરી રહ્યા છે. રૂરલ – ગ્રામ વિસ્તારના પુરુષોએ વહેલા મોડો આ સવાલનો સામનો કરવાનો છે. બાળકોનો ઉછેર જ એ રીતે થાય છે કે તેઓમાં પાયાના પક્ષપાતી વિચારોનું આરોપણ થાય. પુરુષો ઉપર કમાવવાનું પ્રેશર તો હોય જ છે. એ તેની જવાબદારી પણ છે, પરંતુ સોસાયટી તરફથી પુરુષો ઉપર એક વણદેખ્યું દબાણ એ પણ હોય છે કે તેઓએ તેની પત્ની કરતાં વધુ કમાવવું જોઈએ!
આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે એ મંજૂર, પણ એ પિતૃસત્તાક માનસિકતા આવી ક્યાંથી? સોસાયટીની પરંપરાઓમાંથી. વડવાઓએ જે શીખવ્યું એમાંથી. પરંપરાગત રૂઢિ એ હતી કે ઘરમાં રોટલો કમાનાર એક જ હશે અને તે પુરુષ જ હશે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ઘરમાં હવે બે વ્યક્તિઓ કમાઈને લાવે છે. એક ી અને બીજો પુરુષ. લાઈફ સ્ટાઈલ અને દેશની આર્થિક પ્રણાલીઓ જ એવી થઇ ગઈ છે કે મિડલ ક્લાસ-અપાર મિડલ ક્લાસના પરિવારોમાં બે વ્યક્તિઓએ ફરજિયાત કમાવવું જ પડે. ખર્ચા ત્રણ ગણા થાય છે તો આવક તો એટલીસ્ટ ડબલ જોઈએ ને. માટે ીઓ ઘર પણ સંભાળે છે અને કમાઈને પણ લાવે છે. ગૃહસ્થી હોય કે ઓફિસ સંભાળવાની જવાબદારી, ીઓ હારોહાર ઊભી છે. સંતાન ઉછેરની જવાબદારી આજે પણ ઘણે ખરે અંશે ીઓ માથે હોય છે. પણ, અમુક પરિવારોમાં ઘરના દીકરા ઉપર પ્રેશર હોય છે કે તારે તારી પત્ની કરતાં વધારે કમાવવું જોઈએ. આવા રૂઢિગત ઉછેર અને આરોપાયેલા વિચારોને કારણે નાની ઉંમરના છોકરાઓમાં એક પ્રકારનો મેલ ઈગો પણ ડેવલપ થતો જાય છે કે મારા કરતાં કોઈ ી વધુ કમાઈ કેમ શકે? એટલે જાતે જ પોતાના ઉપર વધુ કમાણીનું પ્રેશર આવે.
વેક અપ સીડ – ફિલ્મમાં રણબીર કપૂર અને કોકણા સેન શર્માની કેમેસ્ટ્રી સારી બતાવી હતી પણ તેના કરતાં પણ વધુ રણબીરના પાત્રના પિતા બનતા અનુપમ ખેર સાથે વાત વધુ રસપ્રદ હતી. બાપના કિરદારમાં રહેલા અનુપમ ખેરને એવું છે કે તેનો દીકરો નવરો રખડ્યા કરે તેના કરતાં પોતાના પગ ઉપર ઊભો થાય. બાપની મિલિયન ડૉલર કંપનીમાં દીકરાને રસ નથી પડતો અને તે ઘર છોડીને ચાલ્યો જાય છે. તે ઘર છોડીને જાય છે પછી એક દિવસ તેને તેના પપ્પાના પાડેલા ફોટોગ્રાફ્સ જોવા મળે છે. સુપ્રિયા પાઠક તેની માતાના કિરદારમાં છે. તે કહે છે કે તારા પપ્પાને ફોટોગ્રાફીનો જબરો શોખ હતો. તારા નાનપણમાં ઢગલાબંધ ફોટોગ્રાફ્સ લીધા હતા. પછી ઘરની જવાબદારી વધી, દીકરો મોટો થતો ગયો અને કંપનીના કામમાં ખૂપી ગયા. કેમેરા માળિયા ઉપર મુકાઈ ગયો. એક પુરુષે ઘર ચલાવવા માટે પોતાના શોખનું વિસર્જન કરી દેવું પડ્યું. હવે, આ કિસ્સામાં પત્ની કમાવવા ગઈ હોત અને પુરુષ પોતાની વર્ક – લાઈફ બેલેન્સ કરી શક્યો હોત ખરો? ી લગ્ન કરીને તેની અંગત જિંદગી અને શોખોની આહુતિ આપે છે તો પુરુષો પણ ઘર ચલાવવા માટે પોતાના અરમાનોને સળગાવે છે.
આજુબાજુ નજર કરીએ તો કેટલા બધા પરિવારો એવા હશે જેમાં પુરુષે દિવસ રાત કાળી મજૂરી કરવી પડતી હશે. ફક્ત એટલા માટે કે તેના મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે તેના ઘરની ીએ કામ કરવાની જરૂર નથી કે કામ કરવું જોઈએ નહિ. અમુક કિસ્સામાં એવું પણ થાય કે જો કોઈ વર્કિંગ વુમન વધુ પ્રગતિ કરી રહી હોય કે નવું કોઈ સેટ અપ ઊભું કરી રહી હોય તો તેને ‘સ્લો ડાઉન’ કરવાનું કહેવામાં આવે, કારણ કે ીએ તેના કાર્યક્ષેત્રમાં બહુ મોટો કુદકો મારવાની જરૂર નથી, કારણ કે તેના ઉપર ઘર ચાલતું નથી! માટે વધુ પ્રગતિનું પ્રેશર કોની ઉપર આવ્યું? પુરુષો ઉપર. આપણે ત્યાં ધનવાન લોકો માટે જે શબ્દો ચલણમાં વપરાય છે કે લાખોપતિ અને કરોડપતિ છે. લક્ષ્મી તો ીનું સ્વરૂપ છે, પણ અમીર માણસના પર્યાયવાચી શબ્દમાં લક્ષ્મીપતિ ઉપયોગમાં લેવાય છે. ી કરોડોની માલિક જાતે ન બની શકે? કરોડપતિ બનવાનું દબાણ માત્ર પુરુષો ઉપર જ કેમ?
ઘરના માળિયામાં બેટ-બોલ પડ્યા હશે. કોઈ જૂનું ગિટાર તેની તૂટેલી સ્ટ્રિંગ સાથે ક્યાંક ખૂણામાં પડ્યું હશે. ચિત્રકામનાં સાધનો એમનેમ પડ્યા હશે અને કેનવાસ – રંગો સુકાઈ ગયા હશે. છોકરાઓ માટે પેશન મોટી વસ્તુ હોય છે, પણ દરેક છોકરો તેના પેશનને પ્રોફેશન બનાવી શકતો નથી. પુરુષ ચાલીસ વર્ષનો થઇ જાય, તેની પાસે વ્યવસ્થિત સેવિંગ પણ હોય તો તે શું બ્રેક લઇ શકશે ખરો? એવું થઇ શકે ખરું કે છ મહિના પુરુષ બ્રેક લે અને જો જરૂર હોય તો એ છ મહિના ી ઘર ચલાવે? જો આવું કોઈ ઘરમાં થાય તો આજુબાજુનો સમાજ તો જવા દો ઘરના માણસો જ કેટલું બધું સંભળાવે! પુરુષોની મર્દાનગી ઉપર સવાલો ઊઠવા લાગે. માટે બીકના માર્યા મોટા ભાગના પુરુષો બ્રેક લેતા નથી કે મી-ટાઈમ પસાર કરતા નથી. પોતાનો મેલ ઈગો પણ શાર્પ હોય છે એ પણ મહત્ત્વનું પરિબળ છે. પુરુષ કે ી વચ્ચે ભેદ છે પણ જયારે વાત સોસાયટીની છે અને ઇન્કમની છે ત્યારે તે બન્ને સરખા છે. બન્નેને સરખી જવાબદારી, સરખા હક્કો અને સરખી સગવડતાઓ મળવી જોઈએ. કોઈ એક જાતી દબાણ નીચે દબાયેલું ન હોવું જોઈએ. આદર્શ સમાજની આ જ નિશાની છે.