શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે આ દિવસે થશે ચૂંટણી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની હાલત દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. રસ્તાથી લઇને રાષ્ટ્રપતિ ભવન સુધી દરેક બાજુ પ્રદર્શનકારીઓ જ નજરે ચડી રહ્યા છે. લોકો પેટ્રોલ, વીજળી અને ભોજન જેવી આધારભૂત સુવિધાઓ માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોની ધીરજ ખૂટી ગઇ છે, જેનુ નુકસાન હવે નેતાઓને ઉઠાવવું પડી રહ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર નવમી જુલાઇએ પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો હતો, જેને હવે લોકો છોડવા માટે તૈયાર નથી. લોકોનું કહેવુ છે કે જયા સુધી ગોટબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ પદથી રાજીનામુ ન આપે ત્યા સુધી રાષ્ટ્રપતિ ભવન તેમન કબજામાં રહેશે. દેશમાં ઠેક ઠેકાણે સેના તૈનાત છે. શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે હવે નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીની જાહેરાત ચૂકી છે. રાષ્ટ્રપતિ પદ માટે 18મી જુલાઇ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, જયારે 20મી જુલાઇએ વોટિંગ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.