Presidential Elections: વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ મુંબઈની ટૂર કેન્સલ કરી, આ છે કારણ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુને સમર્થન આપવાની જાહેરાત કર્યા બાદ વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ તેમની શનિવારની મુંબઈ ટૂર કેન્સલ કરી હોવાની માહિતી મળી છે. એનસીપી નેતાએ આ અંગે જણાવ્યું હતું કે, સિન્હાનો મુંબઈ પ્રવાસ રદ થયો છે, જ્યાં મહા વિકાસ આઘાડીના વિધાનસભ્યો સાથે યશવંત સિન્હા મુલાકાત કરવાના હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દ્રૌપદી મૂર્મુને સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો.

લોકસભામાં શિવસેનાના 19 સાંસદ, રાજ્યસભામાં ત્રણ સભ્ય અને વિધાનસભામાં 55 વિધાનસભ્ય છે. જોકે, તેમાંથી 40 વિધાનસભ્યો સીએમ એકનાથ શિંદે જૂથમાં સામેલ થયાં છે.

રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 18 જુલાઈના થશે અને આ મુકાબલો મૂર્મુ અને સિન્હા વચ્ચે થશે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.