રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર, આ દિવસે થશે મતદાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ચૂંટણી પંચ (ECI)એ દેશમાં 16માં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યાનુસાર  18મી જુલાઇએ રાષ્ટ્રપતિ ચૂંટણી (Presidential Election 2022) માટે મતદાન થશે. તે માટે 15મી જૂને અધિસૂચના જાહેર કરવામાં આવશે.
29મી જૂન નોમિનેશનની અંતિમ તારીખ છે. મતદાન 18મી જુલાઇએ થશે અને મતગણતરી 21મી જુલાઇએ થશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24મી જુલાઇએ પૂર્ણ થઇ રહ્યો છે અને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત આને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન દિલ્હીમાં જ હશે. દિલ્હી સિવાય બીજે કયાય નોમિનેશન નહીં થશે. ચૂંટણી પંચ અનુસાર 16મા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીની પ્રક્રિયા 24મી જુલાઇ સુધી પૂરી કરી લેવામાં આવશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.