Presidential Election 2022: NCP વિધાનસભ્ય કાંધલ જાડેજાએ કર્યું ક્રોસ વોટીંગ, NDAના ઉમેદવારે દ્રૌપદી મુર્મૂને વોટ આપ્યો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ અને રાજ્યો વિધાનસભાઓમાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ મતદાનની પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરુ થઇ ગઈ છે. ક્રોસ વોટિંગને(cross voting) લઈને બંને પક્ષો ચાંપતી નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલુ ક્રોસ વોટિંગ થયું છે. કુતિયાણાના વિધાનસભા સીટ પર ચૂંટાયેલા NCPના કાંધલ જાડેજાએ(Kandhal Jadeja) NDAના ઉદેવાર દ્રૌપદી મુર્મૂને (Draupadi Murmu) વોટ આપ્યો હતો. ખુદ કાંધલ જાડેજાએ પોતે ક્રોસ વોટિંગનો સ્વીકાર કર્યો છે. કાંધલ જાડેજાએ NCPના આદેશને અવગણના કરી છે. આઉપરાંત રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દેશ ભરમાંથી ક્રોસ વોટિંગના બીજા સમાચાર મળ્યા નથી.
નોંધનીય છે કે NCPએ એ કોંગ્રેસનુ સહયોગી દળ છે, NCPએ રાષ્ટ્રીય સ્તરે UPAના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનું જાહેર કર્યું હતું છે. ત્યારે કાંધલ જાડેજાનું NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થના આપતા ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે ક્રોસ વોટિંગ કરતા કહ્યુ કે, મેં NDA ને મત આપ્યો છે, મને મારી પાર્ટી માંથી કોઈ વ્હીપ કે અન્ય આદેશ ન હતો. મેં મારા મનની વાત સાંભળી છે.
કોંગ્રેસને ફરી એકવાર NCPના ધારાસભ્યએ દગો આપ્યો છે. 2012માં NCP એ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડ્યું હતું. આવનરી 2022ની વિધાન સભાની ચૂંટણી NCP અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું

બપોરે 1 વાગ્યા સુધીમાં ભાજપના તમામ 111 વિધાનસભ્યોનું મતદાન પૂર્ણ થયું હતું. તો કોંગ્રેસના 63 ધારાસભ્યોએ મત આપ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.