Draupadi Murmu.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે 76માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. 14મી ઓગસ્ટના દિવસને ભાગલા-ભયાનક સ્મારક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક એક્તા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે.

ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર અને દૂરદર્શનની તમામ ચેનલો પર રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ થયું હતું. પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં તેમનું સંબોધન પ્રસારિત થયું હતું.
દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેઓ સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ આદિવાસી છે. તેઓ દેશની આઝાદી પછી જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે.

Google search engine