રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવારને મહારાષ્ટ્રમાંથી 200 વોટ મળશે… CM શિંદેનો દાવો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન આવતીકાલે 18 જુલાઈના સોમવારે થશે. NDA તરફથી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. યુપીએએ યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા છે. સીએમ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાંથી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 200 મત મેળવવાનો દાવો કર્યો છે. તેઓએ આ દાવો કર્યો તો છે, પરંતુ એ શક્ય કેવી રીતે થશે તે જોવાનું રહેશે.
હાલમાં કોંગ્રેસ પાસે 44 અને NCP પાસે 53 ધારાસભ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પક્ષનો વ્હીપ લાગુ થતો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા યોજાય છે. આવી સ્થિતિમાં, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી જેવી રીતે અન્ય પક્ષોના ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહી, તે જ રીતે શિંદે જૂથ અને ભાજપ આ વખતે સાથે મળીને કોંગ્રેસ અને એનસીપીના કેટલા ધારાસભ્યોને તોડી શકે છે અને નાના પક્ષના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોના કેટલા મત ભાજપના ઉમેદવારને મળશે, એ જોવું રસપ્રદ થઇ રહેશે.
જો એનડીએના ઉમેદવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો દેશમાં પહેલીવાર એવું બનશે કે આદિવાસી અથવા અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર રાષ્ટ્રપતિ બનશે. આને દેશ માટે ગર્વની વાત ગણાવતા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.