મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની નિર્ણાયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે હાજરમાં સોનાના હાજર તેમ જ વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ૦.૭ ટકાનો ઘટાડો આવ્યો હોવા છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને અંદાજપત્રની રજૂઆતમાં ચાંદીનાં ડૉર, બાર્સ અને તેનાથી બનેલાં ઉત્પાદનો પરની આયાત જકાત વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૭૪નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪૫નો ઉછાળો આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે પણ સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે નિર્મલા સીતારમણે અંદાજપત્રના પ્રસ્તાવોમાં સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સોના અને પ્લેટિનમની જેમ ચાંદીનાં ડૉર, બાર્સ અને તેની ચાંદીની ચીજો પરની આયાત જકાતમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાથી સ્થાનિક સોના-ચાંદી બજારમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૭૪ના ઉછાળા સાથે રૂ. ૬૯,૪૪૫ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ ડ્યૂટી ઘટાડાની રાહ જોઈ રહેલા જ્વેલરોની અટકેલી ખરીદી નીકળવાની સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની તેમ જ રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪૧ વધીને રૂ. ૫૭,૬૭૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૪૫ વધીને રૂ. ૧૦૪૫ના મથાળે રહ્યા હતા.
અંદાજપત્રની રજૂઆત પશ્ર્ચાત્ ચાંદીમાં ₹ ૧૭૭૪નો અને સોનામાં ₹ ૧૦૪૫નો ઉછાળો
RELATED ARTICLES