દેશના મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકી દિલ્હી, અમદાવાદ અને મુંબઈનું સીએસએમટી સ્ટેશનની કાયાપલટ કરવાની રેલવે મંત્રાલયવતી જાહેરાત કરવામાં આવી હતી. મધ્ય રેલવેના હેડ ક્વાર્ટર કમ હેરિટેજ રેલવે સ્ટેશન સીએસએમટીની કાયાપલટ કરવાના ભાગરૂપે દસમી ફેબ્રુઆરીના સીએસએમટી ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે ત્યારે તેના પૂર્વે સ્ટેશનના પરિસરને સુશોભિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. (જયપ્રકાશ કેળકર)